Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સીઆઇઆઇ-ઇન્‍ડિયન વુમન નેટવર્ક (IWN)નું રાજકોટ ખાતે ધમાકેદાર આગમન

CIIનું ઈન્‍ડિયા વુમન નેટવર્ક મહિલાઓની કારકિર્દીની સાથે કામ કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે, પછી તે વ્‍યાવસાયિક હોય કે ઉદ્યોગસાહસિકો : વિશિષ્ઠ સંસ્‍થા જે મહિલા સાહસિકો અને સરકાર વચ્‍ચે પુલ બનશે

રાજકોટ, તા.૨૩: CIIના ઇન્‍ડિયન વુમન નેટવર્ક, (IWN) ગુજરાતનો રાજકોટ ખાતે આરંભ કરવામાં આવ્‍યો છે.  CIIના ઇન્‍ડિયન વુમન નેટવર્ક, (IWN) લોકાર્પણ દરમ્‍યાન શહેરના વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં મેયર- માનનીય. પ્રદીપ ડવ,  ડેપ્‍યુટી મેયર- ડો.દર્શિતાબેન શાહ, કમિશનર રાજકોટ - શ્રી અમિત અરોરા, DDO - શ્રી દેવ ચૌધરી અને  ભૂતપૂર્વ મેયર - શ્રી બીનાબેન આચાર્યનો સમાવેશ થાય છે.
CIIનું ઈન્‍ડિયા વુમન નેટવર્ક મહિલાઓની કારકિર્દીની સાથે કામ કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે, પછી તે વ્‍યાવસાયિક હોય કે ઉદ્યોગસાહસિકો. આ નેટવર્ક મહિલાઓને ઉત્‍કળષ્ટ બનાવવા, માર્ગદર્શનની તકો બનાવવા, સરકાર અને ઉદ્યોગ વચ્‍ચે સેતુ તરીકે કામ કરવા, સમાજમાં સામાજિક અસર તરફ કામ કરવા અને નીતિની હિમાયત માટે કાર્યશીલ છે. આ નેટવર્ક સમાન વેતન - સમાન તકો જેવા કાર્યસ્‍થળમાં મહિલાઓના અધિકારો માટે પણ નજીકથી કામ કરે છે. આ નેટવર્ક ૨૦૧૩ માં અસ્‍તિત્‍વમાં આવ્‍યું હતું અને તે ૮૦૦ થી વધુ સભ્‍યો સાથે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પ?મિ અને મધ્‍ય ભારતમાં સમગ્ર દેશમાં ફેલાયેલું છે.
સમગ્ર ગુજરાતમાં કામ કરતી તમામ મહિલાઓ સુધી પહોચવાના હેતુથી આ નેટવર્ક દ્વારા રાજકોટ ચેપ્‍ટરની શરૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, નેટવર્કનું  આગળ જતાં સુરત અને વડોદરા સુધી પણ વિસ્‍તરણ કરવાનું આયોજન છે.
IWN ગુજરાત રાજ્‍યનું નેતળત્‍વ ચેરપર્સન શ્રી. પુનમ જી કૌશિક, ડેપ્‍યુટી મેનેજિંગ ડિરેક્‍ટર અને કોર્પોરેટ અફેર્સ ચીફ મીટીયોરીક બાયોફાર્માસ્‍યુટિકલ્‍સ પ્રા. લિ. તેમજ  કો-ચેરપર્સન તરીકે કુ. મોનિકા યાદવ, રેસ્‍પાયર એક્‍સપિરીએન્‍શિયલ ર્લનિંગના સ્‍થાપક  દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ચેપ્‍ટરનું નેતળત્‍વ સ્‍વપ્નદ્રષ્ટા નેતા કુ. નમ્રતા ભટ્ટ, હોલી સેન્‍ટ્‍સ ગ્રુપ ઓફ સ્‍કૂલના એમડી દ્વારા કરવામાં આવશે.
રાજકોટથી IWN માં જોડાતા ફ્‌લેગશિપ સભ્‍યોમાં વૈવિધ્‍યસભર અને -ભાવશાળી પ્રોફાઇલ્‍સ છે જેમ કે સુશ્રી અવની નથવાણી, ડાયરેક્‍ટર ગુલાબ ઓઇલ એન્‍ડ ફૂડ્‍સ, સુશ્રી નિયતિ શાહ, વીપી સનપેક ઇન્‍ડસ્‍ટ્રીઝ, ડો.શ્વેતા ત્રિવેદી કન્‍સલ્‍ટન્‍ટ ઓબ્‍સ્‍ટેટ્રીશિયન અને ગાયનેકોલોજિસ્‍ટ, ડો.હેતલ નિગમ બુચ BDS માઇક્રોસ્‍કોપિક એન્‍ડોડોન્‍ટિસ્‍ટ, કુ. પરિતા પારેખ મહેતા બિઝનેસ ડેવલપમેન્‍ટ હેડ, કુ. કોમલ ધુલિયા, -ન્‍સિપાલ આર્કિટેક્‍ટ અને -પ્રોપ્રાઈટર ધુલિયા આર્કિટેક્‍ચર ડિઝાઈન, કુ.યેશા દિશીત પોબૌર ઈન્‍ટિરિયર ડિઝાઈનર, કુ. શુભિકા કોટા પરફયુમર, કુ. ધરતી રાઠોડ આંત્રપ્રિન્‍યોર,  ડો. ગોપી મકવાણા  આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર માઇક્રોબાયોલોજી PDU મેડિકલ કોલેજ તેમજ કુ. કળષ્‍ણા સોની ફાઉન્‍ડર ક્‍વીન્‍સ ટ્રાવેલએક્‍સ.

 

 

(3:40 pm IST)