Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કુ.હર્લી કાછેલાનું શનિવારે આરંગેત્રમ

શીવ નર્તનકલાકેન્‍દ્રમાં ગુરૂશ્રી વિનસ ઓઝા અને હેતલ મકવાણા પાસે તાલીમ લીધા બાદ હવે મંચ પ્રવેશ : આનંદમીય મેડીકલ સ્‍ટોરવાળા કાછેલા પરિવાર ઉપર ઠેરઠેરથી અભિનંદનવર્ષા

રાજકોટ તા. ૨૩ : ગુરૂશ્રી વિનસ ઓઝા અને હેતલ મકવાણા પાસે ૧૦ વર્ષથી નૃત્‍યની તાલીમ લીધા બાદ હર્લી કાછેલા હવે ભરત નાટયમના મંચ પર પ્રવેશ કરવા જઇ રહી છે. તેનો આરંગેત્રમ સમારોહ તા. ૨૫ ના શનિવારે સાંજે ૪ થી ૭ સવાણી પર્ફોમીંગ આર્ટસ કેન્‍દ્ર, રાજકોટ ખાતે યોજાયો છે.
ઉલ્લેખનીય છે કે હર્લીએ માત્ર પ વર્ષની ઉંમરથી ભરત નાટયમ શીખવાનું શરૂ કર્યુ હતુ. હાલ મુંજકાની સેન્‍ટ પોલ શાળામાં ધો.૧૦ માં અભ્‍યાસ કરી રહેલી હર્લી નૃત્‍ય ઉપરાંત અન્‍ય સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ઉંડો રસ ધરાવે છે અને અનેક ઇનામો હાંસલ કર્યા છે. ત્‍યારે હવે ભરત નાટયમ ક્ષેત્રે પદાર્પણ કરવા જઇ રહી છે. તા. ૨૫ ના શનિવારે યોજાયેલ કાર્યક્રમની સુચી પ્રમાણે  ગણેશ વંદનાથી પ્રારંભ થયા બાદ અલ્લારીપુ, જતિસ્‍વરમ, શબ્‍દમ, પદ્મ, વર્ણન, તિલ્લાના રજુ કરાશે. વાદ્ય વૃંદમાં ગુરૂશ્રી ચંદન ઠાકોર, શ્રીમતી સિંધુ બલરાજ, રવિ ક્રિશ્‍નન, બાલાસુબ્રમણ્‍યમ શર્મા, ધીરજભાઇ રાજયગુરૂ સેવાઓ આપશે.
તેમના ગુરૂશ્રીઓનો પરિચય જોઇએ તો શ્રી વીનસ ઓઝા અલંકારની ડીગ્રી ધરાવે છે. તેમણે ગુરૂ શ્રી ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ચંદન ઠાકોર પાસેથી નૃત્‍યની તાલીમ લીધી હતી. ટીજીઇએસમાં ૨૩ વર્ષથી કોરીયોગ્રાફર અને નૃત્‍ય શિક્ષકની સેવા આપે છે. જયારે હેતલ મકવાણાએ પણ ગુરૂશ્રી ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોર પાસેથી શાષાીય નૃત્‍ય અને ભરત નાટયમની તાલીમ લીધી છે. તેમણે ગુરૂશ્રી વિનસ ઓઝાના માર્ગદર્શન હેઠળ અલંકારની ડીગ્રી મેળવી છે. હાલ શિવ નર્તન કલા કેન્‍દ્ર, ૩-સહકારનગર, કાલાવડ રોડ ખાતે સેવા આપી રહ્યા છે.
રૈયા રોડ પર આનંદમયી મેડીકલ સ્‍ટોર ચલાવતા શ્રી અંકિતભાઇ કાછેલા (મો.૯૮૨૫૦ ૮૧૩૬૦) અને શ્રીમતી રીકાબેન કાછેલા (મો.૯૯૨૫૩ ૮૩૦૬૩) ની લાડલી પુત્રી હર્લીના આ આરંગેત્રમ અવસર પર તેઓને ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(3:44 pm IST)