Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

યુનિવર્સલ બ્રધરહુડ- ડે નિમિતે રવિવારે સર્વરોગ નિદાન કેમ્‍પ- રકતદાન કેમ્‍પ

ફ્રીમેસન્‍સ ઓફ રાજકોટ દ્વારા આયોજનઃ નામાંકીત તબીબોની સેવા

રાજકોટઃ ફ્રીમેસન્‍સ ઓફ રાજકોટ તથા શ્રી સૌરાષ્‍ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્‍ટ- રાજકોટના સંયુકત ઉપક્રમે યુનિવર્સલ બ્રધરહુડ ડે નિમિતે આગામી તા.૨૬ને રવિવારે વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પ તેમજ શ્રીમદ્દ રાજચન્‍દ્ર સેવા ગ્રુપના સહયોગથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલની બ્‍લડ બેન્‍ક સાથે રકતદાન કેમ્‍પ યોજાએલ છે.
ડો.પૂર્વેશ વ્‍યાસના જણાવ્‍યા અનુસાર ફ્રીમેસન્‍સ એક આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે કાર્યરત સંસ્‍થા છે. રાજકોટમાં લોજ કાઠીયાવાર નં.૫૯ના નામથી આ સંસ્‍થા કામગીરી કરે છે. આ સંસ્‍થા દ્વારા દર વરસે ૨૪મી જુનના દિવસે આંતરરાષ્‍ટ્રીય ભાઈચારા દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસે વિશ્વભરમાં ફ્રીમેસન્‍સની દરેક શાખા દ્વારા વિવિધ સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ સેવાકિય પ્રવૃતિના ભાગરૂપે આગામી તા.૨૬ને રવિવારે સવારના ૧૦ થી ૧ રાજકોટ ખાતે ફ્રીમેશન ઓફ રાજકોટ પ્રોજેકટ અંતર્ગત વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન મેસોનીક હોલ (ઢેબર રોડ, નવા બસ સ્‍ટેશન પાસે) ખાતે યોજાનારા આ કેમ્‍પમાં રાજકોટના વિવિધ રોગના નિષ્‍ણાંત ડોકટર સેવા આપશે. લેબોરેટરી ટેસ્‍ટ, એકસ-રે, સી.ટી.સ્‍કેન તથા એમ.આર.આઈ. જરૂર પ્રમાણે ટોકન દરે કરી આપવામાં આવશે.
આ કેમ્‍પમાં ન્‍યુરો સર્જન ડો.પુનિત ત્રિવેદી, ડો.રાજેન્‍દ્ર ત્રિવેદી, યુરોસર્જન ડો.સુશિલ કારીઆ, ફિઝીશ્‍યન ડો.વિશાલ મેવા, ઓર્થોપેડીક સર્જન ડો.વિમલ કોઠારી, જનરલ સર્જન ડો.પ્રતાપ ડોડિયા, રૂમેટોલોજીસ્‍ટ ડો.મોહનીશ પટેલ, ગાયનેકોલોજીસ્‍ટ ડો.શ્વેતા મહેતા ત્રિવેદી, ડેન્‍ટલ સર્જન ડો.તન્‍મય દવે, રેડિયોલોજીસ્‍ટ ડો.અતુલ જસાણી, પેથોલોજીસ્‍ટ ડો.ભરત વડગામા સેવા આપશે. વિવિધ લેબોરેટરી ટેસ્‍ટ, એકસ-રે, સી.ટી.સ્‍કેન તથા એમ.આર.આઈ. રાહત દરે કરી આપવામાં આવશે.
કેમ્‍પનો લાભ લેવા માગતા લોકો રાજ ન્‍યુરોસર્જીકલ હોસ્‍પિટલ (માલવીયા ચોક, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટે ફોન નં.૨૪૬૦૮૮૮, મો.૯૨૨૭૮ ૯૬૬૦૬) ખાતે સવારના ૧૧ થી ૧, સાંજે ૪ થી ૬ દરમિયાન પોતાના નામ નોંધાવી શકશે.
ઉપરોકત કેમ્‍પના આયોજન માટે મેસોનીક લોજના ડો.પૂર્વેશ વ્‍યાસ, જલાધી ઝવેરી, ભગીરથસિંહ જાડેજા, આનંદ જોષી, સૌરાષ્‍ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્‍ટના ડો.રાજેન્‍દ્ર ત્રિવેદી, ડો.સુશિલ કારીયા, ડો.ભૌમિક ભાયાણી, ભરતભાઈ ગંગદેવ, વિનયભાઈ જસાણી, મિહિર ત્રિવેદી વગેરેની ટીમ કાર્યરત છે. કેમ્‍પમાં મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના જિય મહેતા સેવા આપે છે.
તસ્‍વીરમાં ડો.રાજેન્‍દ્ર ત્રિવેદી, ભગીરથસિંહ જાડેજા અને જલાદીભાઈ ઝવેરી નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:46 pm IST)