Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સતત બીજા દિં'એ વોર્ડ નં. ૧ - ૯ - ૧૦માં પાણીના ધાંધીયા : દોઢ કલાક મોડું વિતરણ

૨૬ MLD નર્મદાનીરની ઘટ્ટ થતાં આજે ફરી ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રોડ, યુનિ.રોડ સહિતના વિસ્‍તારોમાં દેકારો

રાજકોટ,તા.૨૩: શહેરમાં ચોમાસુ સક્રિય થઇ રહ્યુ છે ત્‍યારે નર્મદાની આવકમાં વિક્ષેપ પડતા અમુક વિસ્‍તારમાં પાણીનાં ધાંધીયા સર્જાવા લાગ્‍યા છે ત્‍યારે ગઇકાલ ઉપરથી નર્મદા નીરની આવકમાં વિક્ષેપ સાર્જાતા ગઇકાલે ન્‍યુ રાજકોટનાં ૩ વોર્ડમાં પાંચ કલાક પાણી મોડુ વિતરણ કરવામાં આવ્‍યુ ત્‍યારે આજે સતત બીસજા દીવસે નર્મદાનીરની ૨૬ એમએલડીની ઘટ્ટ થતા આજે ફરી ઉપરોકત વોર્ડનાં વિસ્‍તારમાં દોઢ કલાક પાણી મોડુ વિતરણ થયુ હતુ.

આ અંગે મનપાનાં સતાવાર સુત્રોમાંથી મળતી વિગત મુજબ વેસ્‍ટઝોનના રૈયાધાર ફિલ્‍ટ પ્‍લાન્‍ટ આધારીત સ્‍ટોરેજમાં આજે જીડબલ્‍યુઆઇએલની લાઇન મારફત આવતા નર્મદાનીરનો પુરો સંગ્રહો થઇ શકયો ન હતો. તેથી આજે ફરી વોર્ડ નં.૧નાં ગાંધીગ્રામ, નાણાવટી ચોક, રૈયા રોડના અમુક ભાગ, ૧૫૦ ફુટ રોડ જ લાગુ વોર્ડ નં.૯ના પણ ઘણા વિસ્‍તારો તથા વોર્ડ નં.૧૦નાં યુનિ.રોડ સહિતનાં વિસ્‍તારોમાં દોઢ કલાક પાણી વિતરણ કરવામાં આવ્‍યુ હતુ.

આમ તો શહેરના ઘણા વિસ્‍તારોમાં કાળઝાળ ઉનાળા વચ્‍ચે પાણીના ધાંધીયા થઇ રહ્યા છે. અનેક વિસ્‍તારોમાં વહેલા મોડા સાથે ઓછુ પાણીની વ્‍યાપક ફરીયાદો ઉઠી રહી છે.

(3:48 pm IST)