Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કાલથી ત્રણ દિ' ૩૮મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્‍પિયનશીપઃ ૪૦૦ તરણવીરો ભાગ લેશે

કાલે વજુભાઈ વાળાના હસ્‍તે ઉદ્‌ઘાટનઃ રવિવારે પુર્ણાહુતીએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિઃ ઉમેશ રાજયગુરુ

રાજકોટઃ ૩૮મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્‍પિયનશીપ-૨૦૨૨ રાજકોટ ખાતે રાજકોટ ડીસ્‍ટ્રીકટ સ્‍વિમીંગ એસોસીએશન અને ગુજરાત સ્‍ટેટ એકવેટિક એસોસિએશનના સંયુકત ઉપક્રમે આયોજન થયું છે. આ તકે ઉમેશ રાજયગુરુ (પૂર્વ મંત્રી, રમતગમત ગુજરાત), પ્રમુખ રાજકોટ ડીસ્‍ટ્રીક સ્‍વીમીંગ એસોસિએશન) એ જણાવ્‍યું છે કે આ આયોજનમાં ઓર્ગેનાઈઝીંગ કમીટીનાં ચેરમેન તરીકે શાપર વેરાવળ ઈન્‍ડ.એશોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલારા અને કો- ચેરમેન તરીકે ફાલ્‍કન ગ્રુપના ડાયરેકટર શ્રી કમલનયનભાઈ સોજીત્રાની વરણી કરવામાં આવી છે.

આ સ્‍પર્ધાનું ઉદ્‌ઘાટન કરવા માટે તા.૨૪ના શુક્રવારે સાંજે ૪:૩૦ વાગ્‍યે મુખ્‍ય મહેમાન રાજયનાં પૂર્વ નાણામંત્રીઅને પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળાના હસ્‍તે થશે.આ રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં અલગ અલગ રાજયમાંથી અંદાજીત ૪૦૦ જેટલા ભાઈઓ અને બહેનો પોતાનું કૌવત બતાવશે. આ સ્‍પર્ધાનું સમાપન તા.૨૬ના રવિવારે સાંજે ૬:૩૦ વાગ્‍યે રાજયનાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં થશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍નાનાગાર ખાતે  તા.૨૪ થી ૨૬ દરમિયાન યોજાનાર નેશનલ સ્‍વિમીંગ ચેમ્‍પિયનશિપમાં તરણ સ્‍પર્ધાની જુદી- જુદી ઈવેન્‍ટસ જેમાં ફ્રી સ્‍ટાઈલ, બેક સ્‍ટોક, બટરફયાલ, બ્રેસ્‍ટ સ્‍ટોક, ડાયવીંગ જેવી સ્‍પર્ધા માણવાની તક લોકોને માણવા મળશે.

આ સ્‍વીમીંગ સ્‍પર્ધાની સફળ આયોજન માટે ફીના નાં વાઈસ પ્રેસિડેન્‍ટ વિરેન્‍દ્રભાઈ નાણાવટી, સ્‍વીમીંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના સેક્રેટરી મોનલભાઈ ચોકસી ઈન્‍ટરનેશનલ વોટરપોલો રેફરી અને પૂર્વ સેક્રેટરી કમલેશભાઈ નાણાવટી, એશોસિએશનના ઉપપ્રમુખ શ્રી પ્રકાશ કલોલા અને ખજાનચી શ્રી દિનેશ હપાણી, નીરજભાઈ દોશી, જયશ્રીબેન, ભગવતીબેન જોષી, શીતલબેન હપાણી, સાગર કકકડ, મયુરસિંહ જાડેજા, યશ વાકાણી, દિવ્‍યેશ ખૂંટ, વિજય ખૂટ, ભરત કિયાળા, અમિત સાકરિયા, અમિત સોરઠીયા, નિલેશભાઈ રાજયગુરુ, નિમિષ ભારદ્વાજ, પાયલ કાચા, મંત્રી જોષી, વિશવા પરમાર, કેયુર રાજગુરુ અશોકભાઈ અઢિયા, પ્રતાપ પરમાર, પ્રતાપ અઢિયા, દર્શન જોષી, મૌલિક કોટીચા, હનીબેન જોબનપુત્રા, જય પરમાર, ધેય્‍વત રામાણી, અલ્‍કાબેન ચાવડા, હરેશભાઈ ગોસ્‍વામી, અશોકભાઈ મઢવી, હિતેશભાઈ ટાંક, જીગર ઠકકર, દુષ્‍યંતભાઈ જોશી, સલીમ મકરાણી, ઋષભભાઈ વ્‍યાસ, કાજલબેન ટાંક સ્‍વીમીંગ ખેલાડીઓ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)