Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સહકાર ગ્રુપ દ્વારા ૭૬ મનો દિવ્યાંગોને વેકસીન ડોઝ અપાયો

કસ્તુરબા માનવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો : વેકસીનેશન કેમ્પ સંપન્ન

રાજકોટ : સહકાર ગ્રુપ દ્વારા કસ્તુરબા માનવ મંદિરના મનો દિવ્યાંગો માટે ખાસ કોરોના વેકસીન કેમ્પ યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા(પીન્ટુભાઈ ખાટડી), ઉપપ્રમુખ સંદિપ બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર), જીતુભાઇ કક્કડ, આરોગ્ય અધિકારી સહિતના આગેવાનોની જહેમતથી ૭૬ મનોદિવ્યાંગોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો હતો. કોરોનાની મહામારીમાં સંભવિત ત્રીજી લહેર પ્રસરે તે પહેલા દેશમાં વેકિસનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. સામાન્ય નાગરિકો તો વેકિસન લઈ રહ્યા છે. ત્યારે દિવ્યાંગ લોકો માટે અનોખી સેવા માટે રાજકોટમાં સહકાર ગુપ દ્વારા સૌપ્રથમ વખત  દિવ્યાંગ વેકિસનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ-ભાવનગર હાઇવે  ઉપર આવેલા માનવ મંદિર ખાતે યોજાયેલા મનો દિવ્યાંગો માટે કોરોના વેકસીન  કેમ્પમાં ૭૬ જેટલા મનોદિવ્યાંગ લોકોને ક્રોરોનાની પ્રથમ રસી આપવામાં આવી હતી. રાજકોટના સહકાર ગુપ તથા રાજકોટ  આરોગ્ય વિભાગના સંયુકત ઉપક્રમે આ વેકિસનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિરમાં રહેતા માનોદિવ્યાંગ લોકોને કોરોના સામે રક્ષણ આપવા કોરોના રસી આપવી જરૂરી હોય અને તમેની પાસે આધારેકાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ ન હોય આ બાબતની માહિતી રાજકોટ સહકાર ગુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા(પીન્ટુભાઈ ખાટડી), ઉપપ્રમુખ સંદિપ બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર)ને મળી હતી. માનોદિવ્યાંગોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવો જરૂરી હોય સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ  આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરને મળી સમગ્ર બાબતથી વાકેફ કરી વેકસીન કેમ્પ બાબતે વાત કરી હતી, ડીડીઓ દેવ ચૌધરી,જિલ્લા પંચાયત આર્યોગ્ય વિભાગના અધિકરીઓ તેમજ માનવ મંદિરના ધીરુભાઈ  કોરાટના સહયોગથી મનો દિવ્યાંગો માટે કોરોના વેકસીન કેમ્પના આયોજનનો નિર્યણ લેવાયા બાદ આજે રાજકોટ-ભાવનગર હાઇવે  ઉપર આવેલા માનવ મંદિર ખાતે આ કેમ્પ યોજાયો હતો જેમાં ત્યાં રહેતા ૭૬ મનોદિવ્યાંગોને કોરોના વિકસીન આપવામાં આવી હતી.મનો દિવ્યાંગ વ્યકિતઓને સુગમ્ય વાતાવરણમાં કોવિડ-૧૯ની મહામારીથી રક્ષણ મળે તે હેતુ અને આવનાર કોરોનાની અન્ય લહેરમાં મનો દિવ્યાંગોને આ રોગથી રક્ષણ મળે તથા મનો દિવ્યાંગો સુવિધાયુકત વેકિસનેશન કરાવી શકે તે હેતુથી આ મનોદિવ્યાંગ વેકિસનેશન કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ૭૬ જેટલા મનો દિવ્યાંગોને  કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. (તસ્વીરમાં વેકસીનેશન કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા )

(3:04 pm IST)