Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મનપાનું આરોગ્ય તંત્ર પાણીપુરી વાળા પર તુટી પડયુઃ ૧૧ સ્થળેથી ૩૦ કિલો સડેલા બટેટાનો નાશ

રાજકોટ તા. ર૩ :.. ચોમાસાની ઋતુમાં ફુડ પોઇઝનીંગ ન થાય તે માટે લોકોને આરોગ્ય પ્રદ ખોરાક મળે છે કે કેમ ? તેની તપાસ માટે મ.ન.પા.નું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. અને પાણીપુરી વેંચતાં ફેરીયાઓ અને વેપારીઓ પર તૂટી પડયુ હતું. ચેકીંગ દરમિયાન ૧૧ સ્થળેથી વાસી-સડેલા ર૮ કિલો બટેટાનો નાશ કર્યો હતો. તેમજ ર૬ સ્થળેથી, તીખા-મીઠા પાણીનાં નમૂનાઓ લીધા હતાં.

જે સ્થળેથી સડેલા બટેટના નાશ કરાયો હતો. ગાયત્રી પાણીપુરી યુનિવર્સિટી રોડમાંથી  ૪ કિ.ગ્રા.બાફેલા બેટટના, શિવાને પાણીપુરી, નાના મૈવા રોડમાંથી ર કિ.ગ્રા. બાફેલા બટાટા, રાજુભાઇ પાણીપુરીમાંથી ૧ કિ.ગ્રામ વાસી બાફેલા બટાટા, રાજાપાનીપુરી ભકિતનગર સર્કલમાંથી પ કિ.ગ્રા.વાસી બાફેલા બટાટા, મહાકાલી પાણીપુરી ભકિતગનર સર્કલમાંથી ૪ કિ.ગ્રા. વાીસ બફેલા બટાટા, મહાકાલી પાણીપુરી ભકિતનગર સર્કલ, ર કિ.ગ્રા. વાસી બાફેલા બટાટા, શ્રી વસાઇ ભોજ મહારાજ પાણીપુરી, ગીતામંદિર રોડમાંથી પ કિ.ગ્રા.વાસી બાફેલા બટાટા, મધુરમ પાણીપુરી ગાયત્રીનગર મેડ રોડમાંથી ૩ કિ.ગ્રા. વાસી બાફેલા બટાટા, ટેસ્ટ પાણીપુરી ગાયત્રીનગર મે. રોડ,માંથી ૧ કી.ગ્રા.વાસી બાફેલા બટાટા, ભુરા પાણીપુરી, હસનવાડી મે. રોડમાંથી ર કિ.ગ્રા. વાસી બાફેલા બટાટા,મધુરમ પાણીપુરી, સહકાર મે રોડમાંથી ૧ કિ.ગ્રા. વાસી બાફેલા બટાટા વગેરેનો સમાવેશ છે.

ર૬ સ્થળેથી તીખા-મીઠા પાણીનાં નમૂના લેવાયા

જયારે બાલાજી પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ ખાતેથી ખજુરનું મીઠુ પાણી, ક્રિષ્ના પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ ખાતેથી ફુદીનાનું તીખુ પાણી, રમેશ પ્રજાપતિ, લલુડી વોકડી મે. રોડ ખાતેથી ફુદીનાનું તીખુ પાણી, વિનાયક પાણીપુરી લલુડી વોકડી મે.રોડ ફુદીનાનું તીખુ પાણી, રામકુમાર રામશંકર પ્રજાપતિ, લલુડી વોકડી રોડ, ફુદીનાનું તીખું પાણી, રાજુભાઇ પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ, ફુદીનાનું ખાટું મીઠું પાણી, રામસૈયાભાઇ પ્રજાપતિ લલુડી વોકડી મે. રોડ ગોળ ખજુરનું મીઠુ પાણી, રાજેશ છનીયા રઘુવીર, લલુડી વોકડી મે. રોડ ફુદીનાનું ખાટું મીઠુ પાણી, પ્રજાપતિ શંકરભાઇ કબુરાભાઇ, લલુડી વોકડી રોડ, ફુદીનાનું તીખુ પાણી, પ્રજાપતિ નારણભાઇ, લલુડી વોકડી મે. રોડ,  આંબલીનું ખાટુ પાણી, નારાયણ પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ, ગોળ ખજુરનું તીખું પાણી, રાધાકિશન પાણીપુરી લલુડી વોકડી મે. રોડ ફુદીના મરચાનું તીખું ખાટુ પાણી, નૈત્રી પાણીપુરી ૧પ૦ ફુટ રીંગ રોડ ફુદીનાનું પાણી, શ્રીનાથજી પાઉંભાજી ભેળ ૧પ૦ રીંગ રોડ, ફુદીનાનું પાણી ક્રિષ્ના પાણીપુરી શ્રવણ ગજ્જર ખજુરનું પાણી, ગૌતમ પાણીપુરી સાધુ વાસવાણી સ્કુલ પાસે ફુદીનાનું પાણી, અતુલ મીનરલ વોટર, સાધુ વાસવાણી સ્કુલ પાસે, ફુદીનાનું પાણી, ગાયત્રી પાણીપુરી યુનિવર્સિટી રોડ, ફુદીનાનું પાણી, ઉમીયાજી પાણીપુરી, પુષ્કરધામ મે. રોડ, ખજુરનું પાણી, મોરીસ ફાસ્ટ ફુડ, પુષ્કરધામ મે. રોડ, ફુદીનાનું પાણી, શ્રીનાથજી પાણીપુરી કાલાવડ રોડ, ફુદીનાનું પાણી, રસરાજ પાણીપુરી, નાના મૌવા રોડ, ફુદીનાનું પાણી, બાલાજી પાણીપુરી નાના મૌવા રોડ, જીરાવાળું પાણી, શિવાને પાણીપુરી નાના મૌવા રોડ, ફુદીનાનું પાણી, રાજુભાઇ પાણીપુરી કુદીનાનું પાણી, રાજા પાનીપુરી ભકિતનગર સર્કલ કુદીનાનું પાણી વગેરે  સ્થળેથી નમૂનાઓ લેવાયા હતાં.

ડુપ્લીકેટ અમૂલ ઘીમાં વેજીટેબલ તેલની ભેળસેળઃ નમૂનો નાપાસ

જુના માર્કેટ યાર્ડનાં સોનિયા ટ્રેડર્સમાં શંકાસ્પદ ડુપ્લીકેટ અમૂલ ઘીનો નમૂનો લેવાયેલ જેની સરકારી લેબોરેટરીમાં તપાસ થતાં નકલી ઘીનાં કારોબારનો ભાંડો ફુટયો

(3:17 pm IST)