Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજકોટ એરપોર્ટ ઉપર અમદાવાદની કંપનીના ૩ પાયલોટે મુલાકાત લીધી : ૬ મહિનામાં પાયલોટ ટ્રેનીંગ શરૂ થશે

રાજકોટ, તા. ૨૩ : રાજકોટ એરપોર્ટ ઉપર છ મહિનામાં પાયલોટ ટ્રેનીંગ સ્કુલ શરૂ થશે. આજે અમદાવાદથી એક કંપનીના ત્રણ પાયલોટે મુલાકાત લીધી હતી.

ઇન્ફિનફ્લાય એવિએશન લિમિટેડ અમદાવાદના ત્રણ પાઇલટ્સે આજે રાજકોટ એરપોર્ટની મુલાકાત લીધી હતી અને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવા માટે રસ વ્યકત કર્યો હતો.  તેઓ એરપોર્ટ સુવિધાથી સંતુષ્ટ છે.  પ્રક્રિયામાં થોડો સમય લાગશે, આશા છે કે રાજકોટ એરપોર્ટ પર છ મહિનામાં પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલશે.

(3:53 pm IST)