Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દબાણ શાખા ત્રાટકીઃ ૧૧૦ રેંકડી-કેબીન જપ્ત

જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, છોટુનગર રોડ, મવડી રોડ, પુષ્કરધામ સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી દબાણો હટાવાયાઃ ૪૭ હજારનો ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા. ૨૩ :. છેલ્લા એક સપ્તાહમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મ.ન.પા.ની દબાણ હટાવ શાખા દ્વારા ૧૧૦ રેંકડી, કેબીન, પરચુરણ માલસામાન જપ્ત કરી રસ્તા પરના દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ કુલ ૪૭ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૫થી ૨૧ સુધીમાં જ્યુબેલી માર્કેટ, મોચીબજાર રોડ, છોટુનગર રોડ, નંદનવન રોડ મવડી, કન્યા છાત્રાલય, રામાપીર ચોકડી, રૈયાધાર રોડ, એસ્ટ્રોન નાલા પાસે, એસ.કે. ચોક, અમીન માર્ગ, નાનામૌવા રોડ, પુષ્કરધામ મેઈન રોડ, હોસ્પીટલ રોડ, ૮૦ ફુટ રોડ, જામટાવર રોડ, પરાબજાર, જંકશન રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારમાંથી ૫૯ રેકડી-કેબીન, ૫૧ પરચુરણ માલસામાન તથા ૯૩૫ કિલો શાકભાજી-ફળ જપ્ત કર્યા હતા. તેમજ ગાયત્રીનગર, નંદનવન વિસ્તારમાંથી ૪૧ હજારનો મંડપ ચાર્જ તથા ૬ હજાર હોકર્સ ઝોનનો વહીવટી ચાર્જ વસુલાયો હતો.(૨-૨૬)

(4:19 pm IST)