Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રેલનગરમાં રોડ પરથી કરિયાણાના ધંધાર્થી વૃધ્ધને એસઓજીએ ગાંજા સાથે પકડ્યો

ભગવતીપરામાં કરિયાણાની દૂકાન ચલાવે છેઃ ૬૬ વર્ષના સુરેશ જોષી પાસેથી ૬ કિલો ગાંજો મળ્યોઃ કયાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તે અંગે પ્ર.નગર પોલીસની તપાસ : પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ ટી. બી. પંડ્યા, ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, મોહિતસિંહ જાડેજા, રણછોડભાઇ આલ અને હિતેષભાઇ પરમારની કામગીરી

રાજકોટ તા. ૨૩: રેલનગર રૂષીકેશ પાર્કમાં રહેતાં અને ભગવતીપરામાં કરિયાણાની દૂકાન ચલાવતાં વૃધ્ધ ટુવ્હીલરમાં ગાંજો લઇને નીકળ્યા છે તેવી બાતમી પરથી તેને રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પરથી શહેર એસઓજીની ટીમે પકડી લઇ ૬૧૦ ગ્રામ ગાંજો કબ્જે કરી ધરપકડ કરી છે.

એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં જીજે૦૩ડીકયુ-૭૯૧૪ નંબરના એકટીવા સાથે સાધુવાસવાણી કુંજ રોડ પરથી એક વૃધ્ધ મળતાં પાક્કી બાતમી હોઇ તેને અટકાવી તલાશી લેતાં ડેકીમાંથી રૂ. ૬૧૦૦નો ગાંજો મળી આવતાં એફએસએલ અધિકારી પાસે ખાત્રી કરાવી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

ઝડપાયેલા વૃધ્ધે પોતાનું નામ સુરેશ ગોૈરીશંકરભાઇ જોષી (ઉ.વ.૬૬-રહે. રેલનગર રૂષીકેશ પાર્ક-૩ શિવલહેરી મકાન) જણાવ્યું હતું. તેની પાસેથી ગાંજો, વાહન મળી રૂ. ૩૬૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. તેણે રાજકોટમાંથી જ એક શખ્સ પાસેથી ગાંજો મેળવ્યાનું અને પોતાને પીવા માટે લીધાનું રટણ કર્યુ હતું. જો કે કોવિડ ટેસ્ટ બાદ પોલીસ વિશેષ પુછતાછ કરશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

(12:45 pm IST)