Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અપના બજારના ચેરપર્સન મહેશભાઈ કોટક- વા.ચેરપર્સન નયનાબેન મકવાણાઃ સભાસદોને ભેટ

રાજકોટઃ જિલ્લાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર લી. અપના બજારની ૫૮મી વાર્ષિક સાધારણ સભામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં અગ્રણી નરેન્દ્રભાઈ ડવ, રાજકોટ નાગરીક સહકારી બેંકનાં પુર્વ ચેરમેન અને સહકારી આગેવાન કલ્પકભાઈ મણીઆર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનાં વાઈસ ચેરમેન મહેશભાઈ કોટક દ્વારા કરાયેલ હતું. ચેરમેન પંકજભાઈ દેસાઈએ સંસ્થાના વાર્ષિક હિસાબો અને સંસ્થાનું મીશન અને વિઝન રજુ  હતું. ડીરેકટર વિક્રમસિંહ પરમારે આભાર દર્શન, સંચાલન ડીરેકટર જીજ્ઞાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.વાર્ષિક સભામાં મે.જયોતી સોઈંગ મશીન કાું પેઢીનાં મહેશભાઈ કોટક તથા વાઈસ ચેરપર્સન પદે નયનાબેન મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. અપના બજાર દ્વારા સભાસદ ભેટ જાહેર કરવામાં આવેલ છે. આ પ્રસંગે અપના બજારના ડાયરેકટર્સ સર્વશ્રી પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, જયંતભાઈ ધોળકીયા, ફુલાભાઈ શીંગાળા, નયનાબેન મકવાણા, જીજ્ઞાબેન પટેલ, દિપકભાઈ ચાવડા, વિક્રમસિંહ પરમાર, ભાગ્યેશભાઈ વોરા ઉપસ્થિત હતા.(૩૦.૪)

(2:52 pm IST)