Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રૂ. એક લાખના ચેક રીટર્નના કેસમાં આરોપીને હાજર થવા કોર્ટનું સમન્સ

રાજકોટ, તા., ૨૩: રાજકોટ જીલ્લાના ગામ કાંગસીયાળી મુકામે રહેતા રમેશ મોહનભાઇ પટેલે લોનના હપ્તાઓ ચડી જતા લીધેલ રકમ રૂ. ૧,૦૦,૦૦૦ પરત કરવા ફરીયાદી જીતેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ સગરની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી રમેશ પટેલને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો રાજકોટ જીલ્લાના ગામ કાંગસીયાળી મુકામે રહેતા રમેશ મોહનભાઇ પટેલે મકાનની લોન લીધેલ હોય જેમાં લોનના હપ્તાઓ ચડી જતા મિત્રતાના સંબંધના નાતે રાજકોટ મુકામે હુડકો પોલીસ ચોકી પાછળ કોઠારીયા રોડ પર રહેતા ફરીયાદી જીતેન્દ્રભાઇ લક્ષમણભાઇ સગર પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦ મેળવી બે માસમાં લીધેલ રકમ પરત કરવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી સ્વીકારેલ રકમ પરત કરવા તહોમતદારે તેની બેંકનો રકમ રૂ. ૧,૦૦,૦૦૦નો ચેક ઈસ્યુ કરી આપી ચેક સુપ્રત કરતી વખતે ચેક રીટર્ન થશે નહી અને ચેક માહેનું ફરીયાદીનું લેણુ વસુલાઇ જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી  આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવતા છતા ફરીયાદનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ  ફલીત થાય છે કે આરોપીએ ફરીયાદી પાસેથી લોનના હપ્તાઓ ચડત થઇ જતા લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સો ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જીતેન્દ્ર સગર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા. 

(2:55 pm IST)