Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

૮૦ ફૂટ રોડ, ક્રિષ્નાચોક પાસેથી અમરેન્દર ચોરાઉ ટુ વ્હીલર સાથે પકડાયો

માધાપર ચોકડી પાસેથી પરેશ શંકાસ્પદ બાઇક સાથે પકડાયો

રાજકોટ તા.ર૩ : ૮૦ ફૂટ રોડ પર ક્રિષ્ના ચોક પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે નવા ગથોરાળાના શખ્સને ચોરાઉ ટુ વ્હીલર સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ  ૮૦ ફૂટ રોડ પર ક્રિષ્ના ચોક પાસે એક શખ્સ ચોરાઉ ટુ વ્હીલર સાથે ઉભો   હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા કોન્સ. વિશાલભાઇ દવેને બાતમી મળતા ક્રિષ્નાચોક પાસેથી જીજે૩ઇડી-રપ૬૧ નંબરના ટીવીએસ સ્કુટી ટીન્ઝ ચોરાઉ ટુ વ્હીલર સાથે અમરેન્દર દેવેન્દ્રપ્રસાદ યાદવ (ઉ.વ.રપ) (રહે. નવા થોરાળા શેરી નં.૮, ખીજડાવાળો રોડ મુળ બિહાર)ને પકડી લઇ તપાસ હાથ ધરી હતી. પુછપરછમાં તેણે આ ટુ વ્હીલર નાળોદાનગરના પુલ પાસેથી ચોરીક ર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.  આર.જે. કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ મનરૂપગીરી, શિવાલભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ તથા મૈસુરભાઇ દ્વારા કરવામાં આવી હતી.

જયારે  બીજા બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.રાણા, હેડ કોન્સ ખોડુભા, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ તથા દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ બોળીયા તથા ભરતભાઇ ચૌહાણ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે વનરાજભાઇ અને દિગ્વીજયસિંહને મળેલી બાતમીના આધારે માધાપર ચોકડી પાસેથી જીજે૩ એફ.એચ.૪૯૩૧ નંબરના બાઇક સાથે પરેશ રમેશભાઇ સનુરા (ઉ.વ.રર) (રહે.નાકરાવાળી ગામ)ને પકડી લઇ બાઇકના કાગળો તથા લાયન્સ માગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા આ બાઇક ચોરાઉ છે કે કેમ તે શંકાના આધારે પકડી લઇ પુછપરછ હાથ ધરી છે. 

(2:57 pm IST)