Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કાલે લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠક

લેન્ડગ્રેબીંગ કેસોમાં ઝડપ લાવવા કલેકટર દ્વારા અલગ સેલની રચના : ડે.કલેકટર પૂજા જોગણીયાને સૂકાન

એક મામલતદાર અને ૪ નાયબ મામલતદાર મદદમાં રહેશે : આખા જિલ્લાના કેસોની તપાસ થશે

રાજકોટ તા. ૨૩ : રાજકોટ શહેર - જિલ્લામાં લેન્ડગ્રેબીંગના કેસોમાં ઝડપ લાવવા અને કેસોનો ધડાધડ નિર્ણય લેવા સંદર્ભે કલેકટર દ્વારા આખા શહેર - જિલ્લાના કેસો માટે સ્પે. અલગ સેલની રચના કરી અને આ સેલનું સૂચન ડે.કલેકટર શ્રી પૂજા જોગણીયાને સોંપી દિધું છે, તેમની મદદમાં ચીટનીશ કલેકટર મામલતદાર શ્રી તથા ૪ નાયબ મામલતદાર રહેશે.

કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ રચાયેલ સેલ સમગ્ર શહેર - જિલ્લાના કેસો જોશે અને તેમની ઓફિસ કલેકટર કચેરીમાં જ રહેશે, તેમજ કયો કેસ કયાં પહોંચ્યો. પ્રાંત - પોલીસ દ્વારા કેટલી તપાસ થઇ તથા કેસોનો ઝડપી નિકાલ અંગે કાર્યવાહી કરશે તેમજ પોતાને ડાયરેકટ રીપોર્ટ કરશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, દરેક પ્રાંત પોતાના કેસોનો અલગથી જ રીપોર્ટ આપશે, પ્રાંત દ્વારા રચાયેલ સેલને રીપોર્ટ નહિ અપાય પરંતુ ડાયરેકટ કલેકટરને જ જે તે કેસ અંગે દરખાસ્ત થશે.

(2:59 pm IST)