Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરોનાથી મૃત્યુ પામનાર કેસોમાં રાજકોટ શહેર- જીલ્લામાં સીવીલ-CDHOની આખી કમિટી રચાશે

કોરોનાથી મોત એવુ એક પણ સટિર્ફિકેટ અપાયુ ન હોય ભારે હોબાળો થવાની શકયતા... : કલેકટરનો નિર્દેશ આ બાબતે લેટર-સરકારની ગાઇડ લાઇન હવે આવશે બાદમાં કાર્યવાહી...

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ શહેર - જીલ્લામાં કોરોનાથી કેટલા મોત થયા અને તેમના પરિવારને પ૦ હજારની સહાય સંદર્ભે ગઇકાલે રાજયના મુખ્યસચિવની ઓલ કલેકટર સાથે વીસી યોજાઇ હતી, દર બુધવારે યોજાતી આ કેબીનેટ સેક્રેટરી વીસીમાં આ પ્રશ્ન ચર્ચાયો અને બાદમાં માર્ગદર્શન અપાયું હતું.

દરમિયાન કલેકટરે આ બાબતે આજે પત્રકારોને જણાવ્યંુ હતું કે કોરોનાથી ડેથ થયું તે અંગે સીવીલ હોસ્પીટલના ડોકટરો, સીડીએચઓ વિગેરેની કમિટી બનાવાશે અને તે નકકી કરશે, પરંતુ આ બાબતે હાલ સરકારની કોઇ ગાઇડલાઇન નથી, હવે લેટર આવશે, ગાઇડલાઇન આવશે, બાદમાં નકકી કરાશે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટમાં છેલ્લા ૧ાા વર્ષમાં કોરોનાને કારણે સેંકડો લોકોના મોત થયા છે, પરંતુ તેમના કોઇ પરિવારને કોરોનાથી ડેથ એવુ સર્ટિફીકેટ સીવીલ કે અન્ય સરકારી હોસ્પીટલ કે ખાનગી હોસ્પીટલના જવાબદાર ડોકટરો દ્વારા અપાયું નથી, પરીણામે ભારે હોબાળો થવાની શકયતા છે.

આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં પી. એમ. કેર ફંડ સહાય યોજનામાં કોરોનાને કારણે રાજકોટ જીલ્લામાં ર ના જ મોત એવો રીપોર્ટ આવ્યો હતો, જેમાં ગુજરાતમાં માત્ર ૧પ૦ ના જ કોરોનાથી મોત એવો રીપોર્ટ સામેલ હતો, આવા રીપોર્ટથી કેન્દ્ર સરકાર પણ ચોંકી ઉઠી છે તે પણ ઉલ્લેખનીય છે. 

(2:59 pm IST)