Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સોરઠીયાવાડી સર્કલ પી.જી.વી.સી.એલ કચેરી પાસે જર્જરીત પેવિંગ બ્લોક રીપેર કરાવો

રાજકોટઃ વોર્ડ નં.૧૪માં આવેલ સોરઠીયાવાડી સર્કલ પાસેના ઉદય રોડવેજ પાછળ આવેલ પી.જી.વી.સી.એલ સોરઠીયાવાડી, કોઠારીયા રોડ સબ ડિવિઝન ઓફિસની શેરીના દરવાજા પાસેના રસ્તા ઉપર ખોદકામ કરેલ હોવાથી પેવિંગ બ્લોક લાદીઓ જર્જરિત ખાડા ખરબચડા વાડી  હોવાથી પીજીવીસીએલની અંદર બીલ ભરવા આવતા જતા ગ્રાહકોને તથા વાહનચાલકોને પારાવાર અતિશય મુશ્કેલીઓ પડતી હોવાથી સ્થળ તપાસ સર્વે કરાવી તાત્કાલિક શેરીના બ્લોક લાદીઓ રીપેરીંગ કરાવી અપાવવા સામાજીક કાર્યકર સવજીભાઇ સી ફળદુ દ્વારા મ્યુ.કમિશનરને રજૂઆત કરાઇ છે. તસ્વીરમાં જર્જરીત પેવિંગ બ્લોક દર્શાય છે.

(3:29 pm IST)