Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે ટુ વોર્ડ' સફાઇ ઝુંબેશઃ વોર્ડ નં.૧૧ તથા વોર્ડ નં. ૧૪માં ૩૦ ટન : કચરાનો નિકાલ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે ટુ વોર્ડ' સફાઈ ઝુંબેશનો આયોજન કરાયેલ. જેના અનુસંધાને આજે વોર્ડ નં.૧૧ તથા વોર્ડ નં.૧૪માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયેલ. તે વખતની તસ્વીર. વોર્ડ નં.૧૪માં મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવડીયા, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, વોર્ડ પ્રભારી હસુભાઈ ચોવટીયા, પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, મહિલા મોરચાના વોર્ડ પ્રમુખશ્રી શોભનાબેન ચૌહાણ, મહામંત્રી વૈશાલીબેન મહેતા, શહેર મંત્રી નીલમબેન જાની, શહેર કારોબારી દિપ્તીબેન વોરા, આઈ.ટી. સેલ્લના અમિતભાઈ બાવરેચા, મહેશભાઈ પરમાર, વિજયભાઈ કારીયા, શિક્ષણ સેલ્લના કન્નીનર જયદીપભાઈ જલુ, કરણભાઈ સોરઠીયા, જયેશભાઈ પાઠક, અરવિંદભાઈ તલસાણીયા, ભનુભાઈ પટેલ, હિનાબેન પટેલ, અરુણાબેન મારવાડિયા, કેયુરભાઈ મશરૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧૧માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર રાણાભાઇ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, વોર્ડ પ્રભારી રાજુભાઈ માલધારી, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી હરસુખભાઈ માકડિયા, સંજયભાઈ બોરીચા, રાજુભાઈ બોરીચા, તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ ઝુંબેશ અંતર્ગત બપોર સુધીમાં આશરે ૩૦ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ, દવા છંટકાવ વિગેરે કામગીરી પણ સાથોસાથ શરૂ કરાયેલ. 

(3:30 pm IST)