Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

૧૨ સ્થળોએથી દહીંવડા-મંચુરીયન-બ્રેડ-આલુ ટીકી-ડુંગળી-બટેટા સહિત ૪૧ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

હોમી દસ્તુર માર્ગ, કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ પર ૩૪ ખાણીપીણીના વેપારીને ત્યાં ચેકીંગ : મસાલા પફના ત્રણ નમૂના લેવાયા : મનપાની ફુડ શાખાનું સતત ચેકીંગ

રાજકોટ,તા. ૨૩ : શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે શહેરના હોમી દસ્તુર માર્ગ (યાજ્ઞીક રોડ), કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ પર ૩૪ ખાણી પીણીના વેપારીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેંકીગ દરમ્યાન ૧૨ સ્થળોએથી વાસી લાલ ચટણી, વાસી દહી વડા, વાસી બટેટા, વાસી ડુંગળી સહિત કુલ ૪૧ કિલોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ગોંડલ રોડ, કુવાડવા રોડ તથા ડીલકસ ચોક વિસ્તારમાં લાઇવ પફના વેપારીને ત્યાંથી ૩ પફના નમૂના લેવામાં આવ્યા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ ફુડ શાખા દ્વારા છેલ્લા બે દિ'માં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

૩ નમૂના લેવાયા

ફુટ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ. જેમાં (૧) મસાલા પફ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ : હરિયોગી લાઇવ પફ, લોધાવાડ ચોક, ગોંડલ રોડ (૨) મસાલા પફ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ : રાજખોડલ લાઇવ પફ એન્ડ બેકરી, કુવાડવા રોડ, ડી-માર્ટની સામે (૩) માયોનિઝ મસાલા પફ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળઃ શિવશકિત લાઇવ પફ, કલ્યાણ કોમ્પલેક્ષ, શોપ નં. ૨ ડીલકસ ચોક, ભાવનગર રોડનો સમાવેશ થાય છે.

૪૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

શહેરમાં કુવાડવા રોડ, મોરબી, બાયપાસ રોડ તેમજ હોમિદસ્તુર માર્ગ (યાજ્ઞીક રોડ) વિસ્તારમાં આવેલ જાહેરજન આરોગ્ય હિતાર્થે મહાનગરપાલિકાની ફુડશાળા દ્વારા ૩૪ ખાણી-પીણીના વેપારીને ત્યાં ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્યાન હરભોલે પાણીપુરી કુવાડવા રોડમાંથી વાસી લાલ ચટણી ૧ કિ.ગ્રા. વાસી બટેટા ૧ કિ.ગ્રા., રાજખોડલ લાઇવ પફ એન્ડ બેકરી કુવાડવા રોડ, ડી માર્ટની સામે માંથી ચીઝ-ર કિ. ગ્રા., લાલ ચટણી ર કિ. ગ્રા., સલાડ ૧ કિ. ગ્રા., રામદેવ ભેળ એન્ડ આઇસ્ક્રીમ કુવાડવા રોડ માંથી વાસી દહીવડા ૧ કિ. ગ્રા., વાસી બટેટા ર કિ. ગ્રા., બજરંગ પાણીપુરી સેન્ટર કુવાડવા રોડમાંથી વાસી બટેટા ર કિ. ગ્રા., વાસી બટેટા ૩ કિ. ગ્રા., ન્યુ બજરંગ પાણીપુરી કુવાડવા રોડ માંથી વાસી બટેટા ૩ કિ. ગ્રા., વાસી ચટણી ૧ કિ. ગ્રા., વાસી કાપેલ ડુંગળી ર કિ. ગ્રા., શકિત ચાપડી ઉંધીયુ મોરબી બાયપાસ રોડમાંથી વાસી કાપેલ શાકભાજી ૩ કિ. ગ્રા.,  મયુર ભજીયા મોરબી બાયપાસ રોડમાંથી વાસી દાઝીયુ તેલ પ કિ. ગ્રા., લાલ ચટણી ર કિ. ગ્રા., શ્રી ચાઇનીઝ પંજાબી હોમી દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, વાસી સડેલી ડુંગળી ર કિ. ગ્રા., ફ્રેન્કી ફ્રાય હોમી દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, વાસી મંચુરીયન ૧ કિ. ગ્રામ., ફુડ ડ્યુડ હોમી દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ વાસી બ્રેડ ૧ પેકેટ, ફ્રેન્ડીનેશન હોમી દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ એકસપાયરી ડેટ વાળી, આલુ ટીકી ૨ કિ.ગ્રા.  હેપ્પી ચાઇનીઝ પંજાબી હોમી દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડમાંથી સડેલી ૪ કિ.ગ્રા., સડેલી કોબીજ ૩ કિ.ગ્રાનો નાશ કરવામાં આવ્યો છે. 

(3:36 pm IST)