Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

કલેકટરએ તમામ રજૂઆતો સાંભળી તેના નિવારણ અર્થે સંબંધીત સરકારી વિભાગોના અધિકારીઓને તાકીદ કરી

રાજકોટ:જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અરજદારોએ વિવિધ સરકારી વિભાગોના ઉપસ્થિતિમાં તેમની સમસ્યાઓની રજૂઆતો  કરી હતી.જે અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો જેવા કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, ગેરકાયદેસર બાંધકામ,  રસ્તામાંથી ઝાડી-ઝાખરા દુર કરવા,વીજચોરી અટકાવવા સહિતના કુલ ૧૨ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેકટરએ તમામ રજૂઆતો સાંભળી તેના નિવારણ અર્થે સંબંધીત સરકારી વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર કેતન ઠકકર તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:06 am IST)