Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજકોટની ૮ વિધાનસભા બેઠક માટે રર હજારનો સ્‍ટાફ લેવાશે

૧૮૮૦૦ ની ડેટા એન્‍ટ્રી પૂરીઃ સીટીમાં ૧૩ તો ગ્રામ્‍ય ક્ષેત્રમાં રર સ્‍થળે ચેક પોસ્‍ટઃ પોલીસ વિડીયો ગ્રાફર-સ્‍ટેટીકસ ટીમે તૈનાત રહેશે : કેટલી SRP-CRPF જોઇશે તે સીપી-ડીએસપીએ ડીજીને મોકલી દિધુઃ ક્રિટીકલ અને ઓછા મતદાન વાળા બુથો ઉપર કલેકટર-સીપીનું ચેકીંગ શરૂ : ર૬-ર૭ ચૂંટણી પંચ ગાંધીનગરમાં ત્‍યાર બાદ મૂખ્‍ય ચૂંટણી કમીશ્નર રાજકોટ આવે તેવી પૂરી શકયતા..આ વખતે ૭૦ ટકાથી વધુ મતદાન થાય તે માટે તંત્રના પ્રયાસો રહેશે. મતદાનના દિવસે ઔદ્યોગીક એકમો કામદારોને ખાસ રજા આપે તેવી અપીલ : તમામ બાબતે નોડલ ઓફીસરો નિમાઇ ગયાઃ દિવ્‍યાંગો-યુવા વર્ગ વધૂને વધૂ મતદાન કરે તે માટે ખાસ મહેનતઃ કલેકટર અરૂણ મહેશ બાબૂની પત્રકારો સાથે વાતચીત....

રાજકોટ તા. રર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ગાજી રહી છે, આગામી તા.ર૬-ર૭ ફરી ચુંટણી પંચ ગાંધીનગર આવી રહ્યું છે, અને ઓલ કલેકટર-ડીએસપી-ઉચ્‍ચ અધીકારીઓ સાથે બેઠક કરનાર છે, રાજકોટ કલેકટર પણ તા.ર૬-ર૭ બે દિવસ ખાસ રીપોર્ટ અર્થે ગાંધીનગર જઇ રહ્યા છે.

દરમિયાન રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની થઇ રહેલ તૈયારીઓ અંગે કલેકટરે આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્‍યું હતું કે ચૂંટણીના તમામ સેકટરો-બુથ-મતદાન-મતદાન જાગૃતિ -સ્‍વીપ-દિવ્‍યાંગ અને યુવા વર્ગનું વધુને વધુ મતદાન વિગેરે તમામ બાબતે પ્રથમ હાફમાં ૧૭ થી ૧૮ નોડલ ઓફીસરોની નિયુકિત કરી લેવાઇ છે, અને ગઇકાલે એ તમામને પ્રથમ તાલીમ અપાઇ હતી.

શ્રી અરૂણ મહેશ બાબૂએ જણાવેલ કે હવે વિધાનસભા બેઠક વાઇઝ પણ તાલીમ અપાશે દરેક આર.ઓ. બીએલઓ ની તાલીમ થઇ પરંતુ હવે ખર્ચ બાબતે -વિડીયો ગ્રાફરોનું વિધાનસભા વાઇઝ,  જો તે વિસ્‍તારમાં ચેકીંગ સ્‍ટેટીકલ સ્‍કવોડની તાલીમ આવશે, સ્‍ટેટીકલ સ્‍કવોડ માટે મોટા ભાગનો ઇન્‍કમટેક્ષ અધિકારીઓનો સ્‍ટાફ લઇ લેવાયો છે, પોલીસ ડીપ્‍લોમેજી. અંગે રૂરલમાં કાર્યવાહી શરૂ થઇ છે, સીટીમાં હવે ચાલુ કરાશે, પરંતુ સીટી અને જીલ્લામાં કેટલી એસ.આર.પી ટીમો, સીઆરીપીએફ પોલીસ દળ જોઇશે તે અંગેનો આખો પ્‍લાન પોલીસ કમિશ્નર અને ડીએસપી દ્વારા રાજયના પોલીસ વડાને મોકલી દેવાયો છ.ે

કલેકટરે ઉમેર્યુ હતું કે ચૂંટણીમાં તથા પ્રકારનું કેટલુ મટીરીયલ જોઇએ, તે અંગે કલાસવન-૧ અધીકારીઓની તાલીમ શરૂ કરાઇ છે, તો ટ્રાન્‍સપોર્ટેશન એટલે કે ગાડીઓ રીકવીઝીટ બસો અંગે પણ કાર્યવાહી શરૂ કરાઇ છે.

કલેકટરે સ્‍ટાફ અંગે ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર-જીલ્લાના કુલ રરપ૩ મતદાન મથકો છે, તે માટે રીર્ઝવ, પોલીસ સહિત કુલ રર હજારના સ્‍ટાફની જરૂરીયાત પડશે, હાલ ૧૮૮૦૦ ની ડેટા એન્‍ટ્રી પૂર્ણ કરી લેવાઇ છે, જે ઓફીસમાંથી સ્‍ટાફની માહિતી આવવાની બાકી છે, તેમને સૂચના આપી દેવાઇ છે. હજુ ૪ હજારનો સ્‍ટાફ લેવાશે, અને તમામ સ્‍ટાફના ટૂંકમાં ઓર્ડર પણ કરી દેવાશે.

કલેકટરે ેઉમેર્યુ હતું કે ક્રિટીકલ અને ઓછુ મતદાન થાય છે, તે બુથનું અમે ચેકીંગ શરૂ કર્યુ છે, કલેકટર-પોલીસ કમિશ્નર તથા એસપી દ્વારા આવા મતદાન મથકોની વીઝીટ શરૂ કરી દેવાઇ છે.

તેમણે જણાવેલ કે કે દિવ્‍યાંગો માટે આ વખતે ખાસ વ્‍યવસ્‍થા થશે, દિવ્‍યાંગો અને યુવા વર્ગ વધુને વધુ મતદાન કરે તે માટે સ્‍વીપ એકટીવીટી-એમસીએમસી-મેલ, સી-વીઝીલ સોફટવેર વિગેરે તમામ બાબતે ડે.લેબર કમીશ્નરને નોડલ ઓફીસર તરીકે જવાબદારી સોંપાઇ છે તેમજ મતદાનના દિવસે ચુંટણી પંચ રજા જાહેર કરે જ છે, પરંતુ ઔદ્યોગીક તમામ એકમો મતદાનના દિવસે પોતાના કામદારોને આખો દિવસ રજા આપે તે અંગે અમે અપીલ કરી રહ્યા છીએ અને તે બાબતે કાર્યવાહી પણ કરાશે.

કલેકટરે મહત્‍વની જાહેરાત કરતા જણાવેલ કે સીટીમાં ૧૩ તો ગ્રામ્‍ય ક્ષેત્રમાં રર જેટલી એકપોસ્‍ટ રહેશે, જે જાહેરનામુ બહાર પડયે તુર્તજ શરૂ કરી દેવાશે, દરેક ચેકપોસ્‍ટ ઉપર પોલીસ, વિડીયોગ્રાફર તથા સ્‍ટેટીકલ સ્‍કવોડની ટીમો ખાસ તૈનાત રહેશે, તેમજ કોઇપણ વેપારી-પેઢીના કામદાર કેટલી રોકડ સાથે રાખી શકસે અને તેના પુરાવા તથા પ્રકારના રાખવા તે અંગે હવે ગાઇડલાઇન જાહેર થશે.

કલેકટરે અનૌપચારિક બાબતમાં જણાવેલ કે તા. ર૬-ર૭ એમ બે દિવસ મુખ્‍ય ચૂંટણી કમિશ્નરશ્રી રાજીવકુમાર તથા અન્‍ય કમિશ્નરો ગાંધીનગર છે, બેદિવસ મીટીંગ બાદ ચુંટણી કમિશ્નર રાજકોટ આવે તેવી પણ શકયતા છે. જો કે હાલ એવી કોઇ સુચના નથી, તેમણે જણાવેલ કે દરેક વિધાનસભા વાઇઝ દરેક આર.ઓના પોતાના ખાસ કન્‍ટ્રોલ રૂમ રહેશે, તે ઉપરાંત કલેકટર કચેરીમાં ખાસ સેન્‍ટ્રલ કન્‍ટ્રોલ રૂમ પણ ઉભો કરી દેવાશે.

તેમણે જણાવેલ કે ગયા વખતે રાજકોટ શહેર-જીલ્લામાં ૬૪ ટકા આસપાસ મતદાન હતું, પરંતુ આ વખતે તે વધારાશે અને ૭૦ ટકાથી વધુ મતદાન થાય તેવા પ્રયાસો અમે ખાસ કરી રહ્યા છીએ.

(3:28 pm IST)