Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રવિવારે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે ગરબા સ્‍પર્ધા

રાજયભરમાંથી ૯ સંસ્‍થાઓની દીકરીઓ ભાગ લેશેઃ વિજેતા બહેનોને રોકડ પુરસ્‍કારથી સન્‍માનીત કરાશે, લાણી વિતરણ

રાજકોટઃ રાષ્‍ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજય શાખા અને અંધજન કલ્‍યાણ મંડળ-રાજકોટના સંયુકત ઉપક્રમે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા ગરબા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્‍પર્ધામાં ગુજરાતની નવ નામાંકીત સંસ્‍થાઓની દિકરીઓ ભાગ લેશે. જેમાં પ્રાચીન અને અવાર્ચીન એમ બે પ્રકારની સ્‍પર્ધા રાખવામાં આવેલ છે.
સ્‍પર્ધા તા.૨૫ને રવિવારે સવારે ૧૦ કલાકે ગીતાંજલી હોલ, ગીતામંદિર સામે, ભકિતનગર સર્કલ ખાતે રાખવામાં આવેલ છે.
સ્‍પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા પામેલ ટીમને પ્રથમ-દ્વિતીય-તૃતીય ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦૦ જેટલી નેત્રહિન દિકરીઓને સંસ્‍થા તરફથી રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે. કાર્યક્રમની વધુ માહિતી તથા બહેનોને લાણી આપવા ઇચ્‍છુકોએ મો. ૯૯૨૫૨ ૦૬૮૮૫, ૯૮૨૫૨ ૮૨૩૬૩ ઉપર સંપર્ક કરવા સંસ્‍થાના સેક્રેટરી શ્રીજી જે.વાછાણીની યાદીમાં જણાવાયુ છે.

 

(10:42 am IST)