Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રોટરી લલીતાલય દ્વારા ડાયાબીટીસના દર્દીઓને નિઃશુલ્‍ક ગ્‍લુકોમીટર અપાશે

રાજકોટ,તા. ૨૩ : ગુજરાત સ્‍ટેટ ચેપ્‍ટર ઓફ આરએસએસડીઆઇ અને રોટરી લલીતાલય હોસ્‍પિટલના સંયુકત ઉપક્રમે ટાઇપ ૧ ડાયાબિટીસના દર્દી માટે વિનામૂલ્‍યે એક કેમ્‍પનું આયોજ તા. ૨૪ના શનિવારે સવારે ૧૦ થી ૫ રોટરી લલીતાલય હોસ્‍પિટલ ખાતે યોજવામાં આવેલ છે. આ કેમ્‍પમાં ડાયાબિટીસ, પગના નસોની તપાસ, આંખના પડદા તથા દાંતની વિનામૂલ્‍યે તપાસ તથા જરૂરિયાતમંદ દર્દીને ઇન્‍સ્‍યુલીન અને ગ્‍લુકોમીટર નિઃશુલ્‍ક આપવામાં આવશે. ડાયાબીટોલોજિસ્‍ટ ડો.પ્રતાપ જેઠવાણી, ડો.વિદ્યુત શાહ, ડો. વિભાકર વછરાજાની તથા ડો.મલય પારેખ અને રોટરી લલિતાલય હોસ્‍પિટલની ટીમ આ કેમ્‍પમાં સેવા આપશે.

રજિસ્‍ટ્રેશન તથા કેમ્‍પનું સ્‍થળ રોટરી લલિતાલય હોસ્‍પિટલ, ૬-ગીત ગુર્જરી સોસાયટી, પેટ્રીયા સ્‍યુટસ હોટેલની સામેનો રોડ, એરપોર્ટ રોડ મો. નં. ૯૪૦૯૩ ૩૦૦૩૪ રાખેલ છે.

(10:57 am IST)