Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજકોટ જેલમાં હત્‍યાના ગુનાના કેદી જસદણ જસાપરના જીતેન્‍દ્રગીરીએ ભૂખ હડતાલ કરી

ચોરીના ગુનાનો કેદી પ્રદિપ બિમારીની ૭૦ ગોળી પી ગયોઃ અન્‍ય એક કેદીને બીજા બે કેદીએ મજાકમાં ઝાડાની ગોળી પાઇ દીધી!

રાજકોટ તા. ૨૩: અહિની સેન્‍ટ્રલ જેલમાં રખાયેલા હત્‍યાના ગુનાના કાચા કામના કેદી મુળ જસદણના જસાપરના જીતેન્‍દ્રગીરી ગણપતગીરી ગોસાઇ (ઉ.૩૩)એ જેલમાં ભુખ હડતાલ કરતાં તેની તબિયત લથડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે. આ શખ્‍સ પાંચ્‍ વર્ષ અને પાંચ મહિનાથી જેલમાં છે. તેણે જેલમાં અલગ અલગ પ્રશ્નો ઉપસ્‍થિત થતાં ચારેક દિવસથી ભુખ હડતાલ ચાલુ કરી હતી.
અન્‍ય બનાવમાં ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી જેલમાં રહેલા રાજકોટના ગુલાબનગરના પ્રદિપ કાળુભાઇ પઢેરીયા (ઉ.૨૧)એ બેરેકના બધા કેદીઓની બિમારીની દવાની સિતેર જેટલી ટીકડીઓ એક સાથે પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. મગજ ભમતો હોવાથી બધી ગોળી પી ગયાનું તેણે રટણ કર્યુ હતું.
અન્‍ય એક બનાવમાં રાજકોટમાં રહેતાં  રાજકોટ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે રહેતાં આશિષ દિનેશભાઇ મારડીયા (ઉ.૩૦)ને ૨૦મીએ બે સાથી કેદી હાર્દિકસિંહ તથા ભીખાએ દુધમાં કોળી ગોળી ભેળવી પીવડાવી દેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આશિષે કહ્યું હતું કે મિત્ર કેદીઓએ મજાક મજાકમાં પોતાને ઝાડા કરાવી દેવા માટે દૂધમાં ગોળી ભેળવી દીધી હતી.

 

(11:36 am IST)