Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

દત્તોપંત ઠેંગડી કામદાર શિક્ષણ કેન્દ્ર ખાતે શ્રમિક શિક્ષણ સપ્તાહની ઉજવણી

રાજકોટ, તા.૨૩: રાષ્ટ્રીય શ્રમિક શિક્ષણ અને વિકાસ બોર્ડ, શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકારના પ્રાદેશિક કાર્યાલય દ્વારા શ્રમિક શિક્ષણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મિટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ બેઠકમાં ક્ષેત્રીય સલાહકાર સમિતિના સભ્ય ડો.બી.એમ.ગોસાઇ, સી.એસ.સી. કો-ઓર્ડીનેટર નૈમિષ ઠુંમર, ફેમીલી પ્લાનીંગ એસોસીએશનના મહેશભાઇ રાઠોડ, રુલર વોલન્ટી ડી.કે.વાઢેર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એચ.આર.જરીયા, વરિષ્ઠ શિક્ષા અધિકારી દ્વારા કરવામાં આવેલ હતું. પી.એસ.બેનર્જી, પ્રભારી ક્ષેત્રીય નિર્દેશક દ્વારા મિટીંગના એજન્ડા વિશે તેમજ બોર્ડની આધુનિક કામગીરી અને તેમાં હિતધારકોનું યોગદાન વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તથા શ્રમિક ચૌપાલની રૂપરેખાથી પણ માહિતગાર કરવામાં આવેલ તેમજ સી.એચ.સી. કોઓર્ડીનેટરના સહયોગની જરૂરિયાતની પણ સભ્યોની વચ્ચે ચર્ચા કરી હતી. તેમજ એચ.આર.જરીયા, વરિષ્ઠ શિક્ષા અધિકારીને દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન કાર્ડની નોંધણી કરાવવા બદલ સમગ્ર ભારતમાં બીજો નંબર મળેલ તે માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

ઉપસ્થિત સભ્યોએ પોતાનો સહકાર આપી માર્ગદર્શિકાની રૂપરેખા મુજબ કાર્યક્રમ કરવા, તેમજ કાર્યક્રમના અંતે એચ.આર.જરીયા, વરિષ્ઠ શિક્ષા અધિકારીએ ઉપસ્થિતોનો આભાર વ્યકત કરેલ. આ બેઠકને સફળ બનાવવા ડી.એન.ચાવડા અને એ.ડી.જરીયાએ જહેમત ઉઠાવી હતી.

(3:17 pm IST)