Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રવિવારે આટકોટના પ્રતાપપુરમાં અખિલ ભારતીય ઓબીસી મહાસભાના કાર્યકારી પ્રમુખ પ્રભાતભાઇ કોઠીવાળનું સન્માન

શ્રી ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૨૩: શ્રી ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ આટકોટ દ્વારા નવનિર્મિત શ્રી બુહર્ષી સંસ્થાન ગુરૂકુળ પ્રતાપપુર ખાતે રવિવારે અખિલ ભારતીય ઓબીસી મહાસભાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ તરીકે અને નિમણુંક થયેલા ઉદ્યોગપતિ તેમજ રાજકીય અગ્રણી પ્રભાતભાઇ કોઠીવાળનું સાંજે પ વાગ્યે સન્માન રાખવામાં આવ્યું છે.

પ્રભાતભાઇ કોઠીવાળ સામાન્ય જન સમુદાયમાંથી ખેડુતપુત્ર તરીકે યુવાનીમાં પગરવ કરનાર પ્રભાતભાઇ નાનપણથી ગામડામાં રહેતા હોવા છતા ભણવામાં ખુબ જ હોશીયાર હતા. શિક્ષણના માધ્યમથી સરકારી નોકરી મેળવી વધુ મહેનત કરી હોદામાં બઢતી મેળવી સરકારી નોકરીમાંથી સ્વૈચ્છીક નિવૃતી લઇ પોતાના વ્યવસાયની શરૂઆત કરી.

આજે બાબરા પંથકના એક સફળ ઉદ્યોગપતિ તરીકે ખ્યાતી પ્રાપ્ત કરનાર, ધનનો સદઉપયોગ કરનાર દાતાશ્રી, લોકગુહથી રાજનીતીમાં પ્રવેશી સમાજની તન, મન, ધનથી સેવા કરનાર લોકસેવક પ્રભાતભાઇ કોઠીવાળનું પ્રતાપપુરના બુહર્ષિ  ગુરૂકુળમાં પણ ઘણુ યોગદાન છે.

રવિવારે સાંજે પ કલાકે યોજાનારા આ સન્માન સમારોહમાં આ આત્માનંદ સરસ્વતી બોટાદ, ત્રિભોવનદાસ બાપુ સતાપર, દિલીપભાઇ સંઘાણી ઇફકોના ચેરમેન, અમરીશભાઇ ડેર ધારાસભ્ય રાજુલા, ભરતભાઇ બોઘરા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, મારખીભાઇ વસરા, ઘનશ્યામભાઇ હેરભા રાજકોટ, મેરામણભાઇ ભાટુ જામનગર, કિરીટસિંહ જય માતાજી ગૃપ, જાદવભાઇ કલકાણી ગરણી સહીત સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં સંસ્થાના માર્ગદર્શક અને સહયોગી ડો. હેમાંગભાઇ વસાવડા, ડો. પ્રકાશભાઇ મોઢા, રાજુભાઇ રાવલ, ઉદયનભાઇ ત્રિવેદી, અંશભાઇ ભારદ્વાજ તેમજ કૌશીકભાઇ આચાર્ય પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનો લાભ લેવા બુહર્ષિ સંસ્થાન નવાગામના વ્યવસ્થાપકો આશીષભાઇ ભટ્ટ, હિતેશભાઇ પંડયા તેમજ સંસ્થાના સહયોગી હિરેનભાઇ પંચોલી, ગૌતમભાઇ, ઉમેશભાઇ , ચંદુભાઇ, ભનુભાઇ, કિશોરભાઇ, રાઘવભાઇ તથા સમગ્ર આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.

(3:24 pm IST)