Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વીરસાવરકર ઈન્ડોર સ્ટેડીયમનાં વિભાગમાં છ માસિક મેમ્બરશીપ માટે નવા ફોર્મ વિતરણ

રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત જુના મેમ્બરોએ પોતાની મેમ્બરશીપ રીન્યુ કરાવી લેવા અપીલ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત વીર સાવરકર ઈન્ડોરસ્ટેડીયમમાં ચાલતી બેડમીન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, ચેસ, કેરમ સહિતના વિવિધ વિભાગમાં આવતા જુના મેમ્બરો  પોતાની મેમ્બરશીપ તા.૨૨ થી તા.૨૯ સુધીમાં રીન્યુ કરવી લેવાની રહેશે.

આ ઉપરાંત ઈન્ડોર સ્ટેડીયમમાં જોડાવવા માંગતા નવા સભ્યોનાં તા.૨/૧૦ને રવિવારે બેડમિન્ટન સહિતના અન્ય વિભાગમાં ફોર્મ સવારે ૮:૩૦ વાગ્યાથી સ્વીકારવાનું શરૂ થશે. જે વ્યકિત હાજર હશે તેને સ્થળ પર જ પ્રવેશ આપી દેવામાં આવશે.

બેડમીન્ટન વિભાગમાં શીખાઉ બેચનો સમય સવારે ૯ થી ૯:૪૫ અને ૯:૪૫ થી ૧૦:૩૦નો રહેશે. ઈન્ડોર સ્ટેડીયમનાં વિવિધ વિભાગોમાં બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, ચેસ, કેરમ વગેરે રમતો તો રેગ્યુલર ચાલે જ છે. તેમજ લેડીઝ હેલ્થ કલબમાં પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ છે.

વધુ માહિતી તથા પુછપરછ માટે ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યાલયનો સવારના ૯ થી ૧૨ સાંજે ૫ થી ૮ દરમિયાન ફોન નં.૦૨૮૧- ૨૪૭૭૫૫૫ ઉપર અથવા રૂબરૂ મેનેજર પ્રફુલભાઈ સંઘાણીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. ઈન્ડોર સ્ટેડીયમની સમગ્ર વ્યવસ્થા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ જયેશભાઈ વસા, કૌશિકભાઈ સોલંકી, જયદિપસિંહ જાડેજા સહિતના સંભાળી રહ્યા છે.

(3:28 pm IST)