Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

એરપોર્ટ ફાટક પાસે ચકરડીઓ મુકાવો

તંત્રીશ્રી,

શહેરમાં આવેલ એરપોર્ટ ફાટકની બાજુમાં હાલ ઇલેકટ્રીક લાઇન માટે પીલરનું કામ ચાલી રહ્યુ છે. આ ફાટક દિવસમાં ૧૮ થી ૨૦ વખત બંધ થાય છે. જેથી જે લોકો ચાલીને થાય છે તેઓએ ફાટક નીચેથી વાંકાવળીને સામેની બાજુ જવુ પડે છે. પણ જો ચાલીને જવાવાળાઓ માટે ફાટકમાં બન્ને સાઇડ ચકરડીઓ મુકી દેવાય તો આ રીતે ચાલીને પાટા ઓળંગનારાઓને સુગમતા રહેશે. હાલ ફાટક બંધ હોય ત્યારે ચાલીને જનારાઓએ પણ ઉભા રહી જવુ પડે છે. જેથી ચકરડીઓ મુકવી જરૂરી છે. આ દિશામાં સંબંધીત લાગતા વળગતાઓ વિચારશે?

- ભરત અંજારીયા,

મો.૯૪૨૬૪ ૧૭૮૫૪

(3:29 pm IST)