Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રૂા. ૧૬ લાખના ચેકરિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૬૦ દિવસમાં વળતરની રકમ ચુકવવા આદેશ

રાજકોટ તા.૨૩: હાથ ઉછીની રકમ રૂા.૧૬,૦૦,૦૦૦/-નો ચેક પરત ફરવાના કેસમાં આરોપી વલ્‍લભભાઇ બેચરભાઇ પાનસુરીયાને ૧(એક) વર્ષની જેલની સજા અને ચેક મુજબની રકમ દિવસ ૬૦(સાઇઠ)માં ફરિયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

ફરિયાદી શૈલેષભાઇ ગોવિંદભાઇ ગોંડલીયા, રાજકોટવાળાએ આરોપી વલ્‍લભ બેચરભાઇ પાનસુરીયા રાજકોટવાળાને એકબીજાને સારી રીતે ઓળખતા હોવાથી તહોમતદારે ફરિયાદી પાસે હાથ ઉછીની રકમ કરી આપવા માંગણી કરેલ, જેથી ફરિયાદીએ તહોમતદારને કુલ હાથ ઉછીની રકમ રૂા. ૧૬,૦૦,૦૦૦/-અંકે રૂપિયા સોળ લાખ પુરા રોકડા અલગ અલગ તારીખે રાજકોટ મુકામે આપેલ હતા.

ફરિયાદીએ તહોમતદારને સંબંધના દાવે હાથ ઉછીની કુલ રકમ રૂા.૧૬,૦૦,૦૦૦/- અંકે રૂપિયા સોળ લાખ પુરા આપેલ હતીે. તે રકમની ફરિયાદીએ જરૂરીયાત ઉપસ્‍થિત થતા ફરિયાદીએ તહોમતદાર પાસે લેણી રકમની પરત માંગણી કરતા તહોમતદારે રકમ રૂા.૧૬,૦૦,૦૦૦/-પુરાનો બેંક ઓફ બરોડા, બેડીપરા શાખા, રાજકોટ ના ચેક નં.ᅠ૦૦૦૧૧૨ તારીખ ૦૮/૪/૨૦૨૧ના રોજનો ચેક તહોમતદારે રકમ ભરીને પોતાની સહી કરીને ફરિયાદીને આપેલ અને આરોપીએ કહેલ કે ચેક બેંકમાં વટાવવા નાખશો એટલે તમોને તમારી લેણી રકમ મળી જશે

આરોપીએ આપેલ ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા સદર હું ચેક એકાઉન્‍ટ બ્‍લોકેડના શેરા સાથે રીટર્ન થયેલ, તેમ છતા આરોપીએ ફરિયાદીએ લેણી રકમ ચુકવેલ નહીં.

આથી ફરિયાદીએ આરોપી સામે અદાલતમાં નેગોશિએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮, હેઠળ ફરિયાદ દાખલ કરેલ. રાજકોટના જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટે કલાસ(મ્‍યુનિ.) કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી તરફે સીનીયર એડવોકેટ શ્રીચેતન એન. આસોદરીયાએ અદાલતમાં રજુ કરેલ પુરાવા તેમજ દલીલો અદાલતે માન્‍ય રાખી આરોપી વલ્‍લભ બેચરભાઇ પાનસુરીયા સામે ૧(એક) વર્ષની જેલની સજા તથા ચેક

(3:36 pm IST)