Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં રવિવારે શ્રાધ્ધ પક્ષની અમાસે શાસ્ત્રોકત વિધિસર સામૂહિક પિતૃ-તર્પણ

રાજકોટઃ અહિં જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં સદ્દગત સ્વજનોની પૂણ્યસ્મૃતિમાં તથા પિતૃઓના આત્મકલ્યાણાર્થે નિઃશુલ્ક ધોરણે તા.૨૫ને રવિવારે શ્રધ્ધા પક્ષની અમાસના રોજ સાંજે ૫:૪૫ થી ૭ દરમ્યાન શાસ્ત્રોકત વિધિસર સામૂહિક પિતૃ-તર્પણનું આયોજન કરેલ છે. જેમાં વિદ્વાન શાસ્ત્રી કિરણભાઈ ભટ્ટ મંત્રોચ્ચાર સાથે સદ્દગત પિતૃઓનું તર્પણ કરાવશે.

યજમાનોએ પિતૃઓના ફોટા, આરતીની થાળી, દીવો વગેરે સાથે  લાવવાનું રહેશે. આની પૂજાપો સંસ્થામાંથી આપવામાં આવશે. આ તકે ગીતાજીના ૧૫માં અધ્યાયનો શ્લોકોના શુધ્ધ ઉચ્ચાર સાથે ગીતાપાઠ થશે. ધૂપ-દિપ અને પુષ્પોની સુવાસથી મહેકતા ગીતા મંદિરના પ્રાર્થના સત્સંગસભાખંડમાં  આયોજિત આ સામૂહિક પિતૃ-તર્પણના પાવન આયોજનમાં સહભાગી થવા ઈચ્છતા સર્વે ભાવિકોને તેમના નામની નોંધણી જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે, ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં કરવાની રહેશે. તેમ ડો.કૃષ્ણકુમાર મહેતાની યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)