Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કાલે રામાનંદી સમાજના રાસોત્સવ

જુનિયર દયાભાભીના સંગાથે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશેઃ ઈનામોની વણઝાર

રાજકોટઃ શ્રી સમસ્ત રામાનંદી યુવા મંડળ- રાજકોટ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ રામાનંદી સાધુ સમાજનું રામાનંદી રાસોત્સવનું આયોજન આવતીકાલે તા.૨૪ શનિવારે લીયો લાયન્સ દાંડીયાનું ગ્રાઉન્ડ અમીનમાર્ગ કોર્નર, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે સાંજે ૬ વાગ્યાથી રાખેલ છે.

આ રાસોત્સવ લાઈવ મેગા ઓરકેસ્ટ્રા ૧ લાખ વોટની અદ્યતન સાઉન્ડ સીસ્ટમ્સ ઈનામોની વણઝાર સાથે રામાનંદી યુવાધન રાસના તાલે ઝુમશે. રાસોત્સવમાં ખાસ આકર્ષણ જુનિયર દયાભાભી એ હાલો...ની સંગાથે ઝુમાવશે.

રામાનંદી રાસોત્સવના પાસ મેળવવા માટે (૧) નિખીલભાઈ નિમાવત- વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલ, ૪ અર્ચના પાર્ક, પંચાયત ચોક પાસે, યુની. રોડ, મો.૯૭૨૪૯ ૦૯૦૦૯, (૨) રવિરાજભાઈ નિરંજની- શિવ સુપર માર્કેટ, પ્રજાપતિ કોમ્પ્લેક્ષ, લાખના બંગલાવાળો રોડ, નકલંક ચોક, ગાંધીગ્રામ, મો.૮૦૦૦૭ ૪૪૯૯૯, (૩) રાજેશભાઈ નિમાવત- શ્રીરામ મોટર ગેરેજ, ઉમીયા મોબાઈલની પાછળ, ગોંડલ રોડ, મો.૮૨૬૪૧ ૩૦૧૧૨, (૪) સુધીર નિમાવત- પ્રિયલ પ્રિન્ટીંગ, બાલાજી મોબાઈલની બાજુમાં, આજીડેમ પોલીસ સ્ટેશનની સામે, મો.૭૩૫૯૬ ૨૬૬૯૨, (૫) જયેશભાઈ અગ્રવાત- ઈટાલીયન બેકરી સ્વામીનારાયણ ચોક, મો.૯૭૨૩૬ ૮૧૮૦૫, (૬) નિરવભાઈ નિમાવત- બ્લોક નં.ઈ/૨, શિવમ સોસાયટી, શેરી નં.૩, આર.ટી.ઓ.ના ગેઈટ પાસે, મો.૯૮૨૪૭ ૨૯૬૮૯, (૭) આશિષભાઈ પુર્ણવૈરાગી, પુનિતનગર, ન્યુ ૮૦ ફૂટ રોડ, ભાગ્યે એન્ટરપ્રાઈઝ મો.૯૦૩૩૫ ૪૪૪૪૫

રામાનંદી રાસોત્સવ પ્રમુખ નિખીલભાઈ નિમાવતના માર્ગદર્શન હેઠળ રાજેશભાઈ નિમાવત, હિતેષભાઈ નિમાવત, કૌશીકભાઈ દેવમુરારી, કલ્પેશભાઈ પુર્ણવૈરાગી, રવિભાઈ નિમાવત, આશિષભાઈ પુર્ણવૈરાગી, જીતેન્દ્રભાઈ વિષ્ણુસ્વામી, રવિરાજભાઈ નિરંજની, સુરેશભાઈ જલાલજી, નિમેષભાઈ અગ્રાવત, મયુરભાઈ ભડિંગજી, કેતનભાઈ લશ્કરી, સુધીર નિમાવત, રૂપેશભાઈ નિમાવત, અમીતભાઈ અગ્રાવત, અમીત દેવમુરારી, ધર્મેશ રામાવત, કાનો કુબાવત, હિરેન ટીલાવત, દિપકભાઈ કુબાવત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે

(3:41 pm IST)