Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ગરબી મંડળની બાળાઓ રાસની રમઝટ બોલાવશે, આઠમે માતાજીનો હવન, બાવન ગજની ધજા ચડાવાશે

હાટકેશ્વર ચોકના પ્રાંગણમાં બિરાજતા માં આશાપુરાના સ્‍થાનકે રાસ ગરબા

રાજકોટઃ  અહીના બેડીનાકા અંદર જૂના દરબારગઢ આગળ હાટકેશ્વર ચોકના પ્રાંગણમાં બિરાજતા માં આશાપુરામાં સ્‍થાનકે તા.૨૬થી નવરાત્રિનું ભવ્‍ય આયોજન કરેલ છે. હરસાલ મુજબ આ વર્ષ પણ હાટકેશ્વરચોક ગરબીમંડળની બાળાઓ રાસગરબાની રમઝટ બોલાવશે.

આઠમને દિવસે માતાજીનો બાવન ગજ્જની ધજા ચડાવશે માંને બાવન ગજ્‍જાની ધજા નાના દરબારગઢ વાળા શ્રીનરેન્‍દ્રસિંહ જયેન્‍દ્રસિંહજી જાડેજા(ફોરેસ્‍ટ કંટ્રોલરૂમ વાઇલ્‍ડ લાઇફ) દ્વારા ચડાવશે. ત્‍યારબાદ માતાજીની આરતી માંના ગાદીપતિ શ્રીગિરિરાજસિંહ જે.જાડેજા નવરાત્રિ દરમિયાન ઉતારશે.

સમગ્ર આયોજનમાં કુમાર શ્રીયુવરાજસિંહ જયદીપસિંહ જાડેજા (રાજકોટ સ્‍ટેટ), ટીંકુભાઇ (કોઠારીયા સ્‍ટેટ), રણજીતભાઇ મુંધવા (માલધારી પ્રમુખ), આભુભાઇ કોટક, જોગેન્‍દ્રસિંહ જાડેજા (આશાપુરા ટ્રાવેલ્‍સ), કિશોરભાઇ બાલભદ્રસિંહ જાડેજા (નાનો દરબારગઢ), મુળીચોવીસી શ્રીદિવ્‍યરાજસિંહ કે.પરમાર (મહુવા વાળા)નો સહયોગ મળેલ છે આયોજનને સફળ બનાવવા મહાવીરસિંહ એન.જાડેજા, સીવરાજસિંહ એન.જાડેજા, ધર્મવીરસિંહ સી.જાડેજા, જયદીપસિંહ ચુડાસમા, ચંદ્રદીપસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, વિજય કાબાણી, જીજ્ઞેશભાઇ રાડીયા, ખજૂરભાઇ, પ્રતિપાલસિંહ જાડેજા (આશાપુરા ટ્રાવેલ્‍સ) પંકજ દેસાઇ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ હાટકેશ્વરચોક ગરબી મંડળના પ્રમુખશ્રી નરેન્‍દ્રસિંહ જે જાડેજા મો. ૭૫૬૭૪ ૩૦૧૭૯ની યાદીમાં જણાવાયુ છે.

(3:42 pm IST)