Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રણજીત વિલાસ પેલેસમાં બે દિવસીય રાસોત્‍સવ : દીકરીબાઓ બાઈક પર તલવારબાજીનો સ્‍ટંટ રજૂ કરશે

રાજકોટ : ભગીની સેવા ફાઉન્‍ડેશન દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવા તા. ૨૭ અને ૨૮ સપ્‍ટેમ્‍બરના સાંજના ૭:૩૦ થી રાત્રીના ૧૧:૩૦ દરમિયાન રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ ખાતે ભારતીય પરંપરાને અનુરૂપ રાસ - ગરબાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ રાસ ગરબામાં સંસ્‍થાના બહેનો દ્વારા તાલી, દાંડીયા, દીવા, થાલી રાસ તેમજ તલવાર રાસમાં બાઈક પર તલવારબાજીનો સ્‍ટંટ રજૂ કરવામાં આવશે. નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા ભગીની સેવા ફાઉન્‍ડેશનના પ્રમુખ શ્રી રાજકોટ રાણીસાહેબ, અ.સૌ.કાદમ્‍બરીદેવી જાડેજાના માર્ગદર્શન હેઠળ સંસ્‍થાના કારોબારી સભ્‍યોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ નવરાત્રી મહોત્‍સવને માણવા સર્વેને આમંત્રણ અપાયુ છે.

(3:43 pm IST)