Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

૮ વર્ષની પ્રીશા પટેલનું ગીત ‘‘ગોરા ગોરા મુખડા'' યુ-ટયુબ ઉપર લોન્‍ચઃ નવરાત્રીમાં છવાઇ જશે

રાજકોટ તા. ર૩ : રાજકોટની પ્‍લેબેક ચાઇલ્‍ડ સીંગર પ્રીશા પટેલ આ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ડી.જે. વીથ દાંડીયા સોંગ્‍સ ‘‘ગોરા ગોરા મુખડા'' લઇને મેદાનમાં ઉતરી છે.પ્રીશાની ઉંમર હજુ ૮ વર્ષની છે વાંચતા કે લખતા પણ આવડતું નથી. છતા કહેવાય છે કે માં સરસ્‍વતી તેના ગળામાં ઉતરી છે. રાજકોટના કલાસીક માં વિશારદ એવા અનવર સર અને અતુલ સર પાસેથી કલાસીક મ્‍યુજીકની તાલીમ લઇ રહેલી પ્રીશાએ ૧પ સોર્ટ મુવી અને ૧ર ગુજરાતી હિન્‍દી સોંગ્‍સ તેમજ ઘણી બધી એડ કરી છે.આજે જે સોંગ્‍સની વાત કરવાની છે તે ‘‘ગોરા ગોરા મુખડા''સોંગ્‍સના લીરીકસ લખ્‍યા છે. મુકેશ-મોદીએ, આ ગીત ગાયું છે પ્રીશા પટેલે અને કોરયો એન્‍ડ ડાન્‍સ કર્યો છે. શ્રૃતી વ્‍યાસ જે રોલોગર્લ તરીકે પ્રખ્‍યાત છે સાથે મનોજ સરે કોરયો કર્યો છે. આ ગીતની ખાસીયત એ છે કે ગુજરાતી પોપ તો છે જે  સાથે રેપ પણ લીધેલ છે. નવરાત્રીમાં ડી.જે વીથ દાંડીયામાં બધાને ઝુમવવા આ સોંગ્‍સ યુ-ટયુબની સરસ્‍તવતી સ્‍ટુડીયો ચેનલ પર રીલીઝ કરાયું છે.

(3:51 pm IST)