Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જીનીંગ ઉદ્યોગને જોમ ચડાવવા સધ્‍ધર આયોજન

રવિવારે સૌરાષ્‍ટ્ર જીનર્સ એસો.ની વાર્ષિક સામાન્‍ય સભા : દેશના ટોચના નિષ્‍ણાંતો ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે : બીયારણ સુધારવા પર ફોકસ

રાજકોટ તા. ૨૩ : સ્‍પીનીંગ મિત્રો સારા બીયારણ તરફ વળે અને ખેડુતોને પણ એ દિશામાં વાળે તો સૌના માટે ફાયદો રહે તેમ હોવાનું સૌરાષ્‍ટ્ર જીનર્સ એસોસીએશનના આગેવાનોએ જણાવ્‍યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે જીનર્સ ઉદ્યોગને અનેક મુંજવણો નડી રહી છે. ત્‍યારે આગામી તા. ૨૫ ના રવિવારે મળી રહેલ એસો.ની વાર્ષિક સાધારણ સભામાં દેશના નિષ્‍ણાંતો આ દિશામાં માર્ગદર્શન આપે તેવું સુચારૂ આયોજન ઘડી કઢાયુ છે.

તા. ૨૫ ના રવિવારે ચિતલ દેસાઇ કોટેક્ષ ખાતે ૯ મી સામાન્‍ય સભા મળશે. જેમાં કોટન એસોસીએશન ઓફ ઇન્‍ડિયાના પ્રમુખ અતુલભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ ભુપેન્‍દ્રસિંહ રાજપાલ, ગુજરાત સ્‍પીનીંગ એસો.ના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા સહીતના મહાનુભાવો ઉપસ્‍થિ રહેશે.

ખાસ કરીને જીનીંગ ઉદ્યોગ સામેના પડકારો અને તેના નિરાકરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. દેશના ટોચના નિષ્‍ણાંતો તેમજ સ્‍થાનિક, રાષ્‍્‌રીય અને આંતરરાષ્‍ટ્રીય પ્રવાહો અંગે ઉપસ્‍થિત ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે.

કોટન ટ્રેડના અનુભવીઓ સ્‍વયં ઉપસ્‍થિત રહી સભ્‍યોને માર્ગદર્શન આપશે. આમ આ સામાન્‍ય સભા સામાન્‍ય બની રહેવાને બદલે બીઝનેશ પ્રમોશન પ્‍લેટફોર્મ બની રહે તેવા પ્રવાસો થઇ રહ્યા છે. ટોચના કોટના એકસપોર્ટસ ટ્રેડર, મલ્‍ટી નેશનલ એકઝીકયુટીવ, બ્રોકર કોટન સ્‍પીનીંગના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી દીશા દર્શન આપશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સૌરાષ્‍ટ્ર જીનર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ પાણ (મો.૯૮૨૫૦ ૭૬૦૫૦), સક્રેટરી હિતેષભાઇ રૂઘાણી (મો.૮૦૦૦૮ ૦૩૨૦૦), ટ્રેઝરર નિતેષભાઇ ભુવા (મો.૯૪૨૭૮ ૭૯૦૫૯) નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)