Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજકોટના સાગરને જુનાગઢમાં ગોંધી રાખ્‍યો, ભાગીને આવી જતાં રાજકોટ આવી છરી ઝીંકાઇ

યુવાન જુનાગઢમાં મોબાઇલની દૂકાનમાં કામ કરતો હોઇ દૂકાન માલિક લખનભાઇ સાથે ૩૫ હજારની લેતીદેતીનો મામલો કારણભુતઃ આક્ષેપો અંગે પોલીસની તપાસ

રાજકોટ તા. ૨૩: શહેરના એસ્‍ટ્રોન ચોક નજીક સરદારનગર-૧માં રહેતાં સાગર રવિચંદ્રભાઇ રાયચુરા (ઉ.વ.૩૭)ને રાતે યાજ્ઞિક રોડ પર પી. પી. ફુલવાલા બિલ્‍ડીંગની નજીક હતો ત્‍યારે જુનાગઢથી આવેલા લખન જગદીશભાઇ રાજા સહિતે ઝઘડો કરી છરીથી ઇજા પહોંચાડતાં રાતભર છુપાતો રહ્યા બાદ બપોરે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

સાગરે જણાવ્‍યું હતું કે પોતે અગઉ જુનાગઢમાં જયશ્રી ટોકિઝ રોડ પર લખનભાઇ રાજાની સ્‍ટાર મોબાઇલ નામની દૂકાનમાં કામ કરતો હતો. ત્‍યાં શેઠ સાથે પાંત્રીસ હજાર રૂપિયાની લેતીદેતી બાબતે માથાકુટ થતાં તેને ત્‍યાં જ એક હોટલના રૂમમાં ત્રણ દિવસ ગોંધી રખાયો હતો. તેમજ મારકુટ થઇ હતી. પોતે ત્‍યાંથી ગઇકાલે ગમે તેમ કરીને ભાગીને રાજકોટ આવી ગયો હતો અને યાજ્ઞિક રોડ પર હતો. પોતે અહિ હોવાની જાણ લખનભાઇને થઇ જતાં ગત રાતે જુનાગઢથી અહિ રાજકોટ આવી છરીથી ઇજા પહોંચાડી મારકુટ કરી હતી. પોતે ગભરાઇ ગયો હોઇ રાતભર છુપાઇ રહ્યા બાદ બપોરે સારવાર માટે દાખલ થયો હતો.

(4:11 pm IST)