Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સમરસ હોસ્ટેલમાં 'તમે પૂછવાવાળા કોણ છો' કહી સ્ટાફ સાથે માથાકુટઃ ફરજમાં રૂકાવટનો ગુનો

હોસ્ટેલના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હેડ કોન્સ.ને ઝાપટ મારી દીધીઃ પિતાને મળવા આવેલા જયેશ રામાણીએ ડખ્ખો કરતા હેડ કોન્સ. પ્રવિણભાઇ દવેરાની ફરિયાદ

રાજકોટ તા. ર૩: યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં પિતાને મળવા આવેલા એડવોકેટ 'તમે પૂછવાવાળા કોણ છો' કહી હેડ કોન્સ્ટેબલ તથા મામલતદાર કચેરીનો સ્ટાફ અને મેડીકલ સ્ટાફ સાથે જોરજોરથી દેકારો બોલાવી માથાકુટ કરી સ્ટાફ સાથે ઝપાઝપી કરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.મળતી વિગત મુજબ પોલીસ હેડ કવાર્ટર નવા દસ માળીયા કવાર્ટર બ્લોક નં. બી-૧ કવાર્ટર નં. ર૧ માં રહેતા હેડ કોન્સ. પ્રવિણભાઇ નાથાભાઇ દવેરાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાની નોકરી યુનિવર્સિટી રોડ પર આવેલ સમરસ હોસ્ટેલ ખાતે હોઇ, ગઇકાલે પોતે પોતાની ફરજ પર હતા પોતાની સાથે શીવ સિકયુરીટીના વિજયભાઇ ભટ્ટ પણ હતા સાંજે પોતે બાથરૂમ જવા માટે ગયા હતા. બાથરૂમ જઇને હું બહાર નીકળી ગેઇટ પાસે પહોંચતા એક વ્યકિત બોયઝ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં મેડીકલ સ્ટાફ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ, સીકયુરીટી સ્ટાફ તથા હોસ્ટેલમાં અંદર ફરજ બજાવતા મહિલા કોન્સ. નેહલબેન મકવાણા સહિત એકઠા થયા હતા ત્યાં એક વ્યકિત જોર જોરથી દેકારો કરતો હતો જેથી પોતે તેને કહેલ કે, 'રાડો શા માટે પાડો છો' કહેતા તે વ્યકિતએ કહેલ કે 'મારૃં નામ જયેશ પરસોતમભાઇ રામાણી છે અને મારા પિતાજી અહીં દાખલ છે અને મારૃં કામ પતિ ગયું છે તમે મને પૂછવા વાળા કોણ છો' તેમ કહી પોતાની સાથે બોલાચાલી કરતા પોતે તેને શાંત રહેવા જણાવતા તે એકદમ ઉશ્કેરાઇને ગાળો આપી જોરજોરથી રાડો પાડવા લાગેલ અને કોન્સ. નેહલબેન મકવાણા સાથે પણ ખરાબ વર્તન કરતા પોતે વચ્ચે પડતા જયેશે હુમલો કરી પોતાનો કાંઠલો પકડી ઝપાઝપી કરી એક ઝાપટ મારી દીધી હતી. બાદ પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનાં પીએસઆઇ વી. એમ. ડોડીયા સહિતે સ્થળ પર પહોંચી જયેશ પરસોતમભાઇ રામાણી (ઉ.વ. ૩પ) (રહે. અમીન માર્ગ પર મયુરનગર શેરી નં. ૧) સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. તે એડવોકેટ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

(3:28 pm IST)
  • ડ્રગ્સ કેસમાં પકડાયેલ સુપ્રસિદ્ધ કોમેડીયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લીંબાસીયાને મુંબઈની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે access_time 4:03 pm IST

  • પીરપંજાલ પર્વત માળામાં ભારે હીમ વર્ષા : મુગલ રોડ બંધ : જમ્મુ કાશ્મીરના પીરપંજાલની ઉંચી પર્વતમાળા ઉપર ભારે હિમવર્ષા થઈ છે : ફરી જમ્મુનો મુગલ રોડ બંધ કરી દેવાયો છે access_time 11:31 am IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST