Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કારોબારી બેઠકમાં ૬૮૪ લાખના વિકાસ કામોને બહાલી

રાજકોટ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયાની અધ્યક્ષતામાં અને ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયાની હાજરીમાં મળેલ જેમાં ૬૮૪ લાખના આરોગ્ય, રસ્તા, વહીવટી બાબતોના કામોને બહાલી આપવામાં આવેલ. નવા વર્ષની પ્રથમ કારોબારી બેઠક હતી. કારોબારી અધ્યક્ષને પદથી હટાવવાના વિકાસ કમિશનરના ચૂકાદા પૂર્વની આ અિંતમ કારોબારી બેઠક હતી. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:37 pm IST)
  • દિલ્હીમાં 6746 ને કોરોના લાગ્યો: 121 ના મોત: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને 121 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. access_time 11:37 pm IST

  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST