Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

શ્રી જીવનજયોત મંડળની સ્થાપનાઃ કાલે કડીયા સમાજ માટે જાહેર મીટીંગ

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ- રાજકોટ સેવા સંગઠન સમિતિના નેજા હેઠળ : મંડળમાં જોડાનાર સભ્યના પરિવારજનોને ત્રણ વર્ષ સુધી રૂ.૫૦૦ થી ૧૧ હજારની મદદઃ જ્ઞાતિજનોને મીંટીંગમાં હાજર રહેવા નરેન્દ્રભાઈ સોલંકીની અપિલ

રાજકોટ,તા.૨૩: શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો માટે શ્રી ગુ.ક્ષ.ક. જ્ઞાતિના આગેવાનો દ્વારા શ્રી જીવનજયોત મંડળની સ્થાપના કરવા માટે તેમજ સભ્યની નોંધણી કરવા માટે થઈ અને તા. ૨૪ને બુધવારે સાંજે ૭ કલાકે શ્યામ વાડી ભકિતનગર સર્કલ ખાતે જાહેર મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. કડીયા સમાજના દરેક લોકોને આ મંડળમાં સભ્ય થવા માટેનું આહવાન કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

જેમ સમગ્ર ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજને સંગઠનની આવશ્યકતા છે તેજ રીતે સમાજને પાણ શૈક્ષણીક, સામાજીક, રાજકીય તેમજ આર્થીક રીતે મજબુત થવાની આવશ્યકતાઓ છે. હાલના તેમજ આવનારા દિવસોમાં જે કોઈપણ સમાજ સંગઠીત હશે પરંતુ શૈક્ષણીક,રાજકીય, આર્થીક તેમજ સામાજીક રીતે મજબુત નહી હોય તે સમાજ કયારેય પણ આગળ વધી શકતો નથી. તેમજ તે સમાજની કોઇપણ પ્રકારની કિમત રહેતી નથી માટે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજને જાણાવવું છુ કે સમાજને તેમજ સમાજના લોકોને રાજકીયક્ષેત્રમાં આગળ મોકલો જેથી તે લોકો પણ સમાજને ઉપયોગી થઇ શકે.

આજે રાજકારણમાં લઇ જવાની આવશ્યકતા છે તેમજ ખુબજ જરૂર છે. પરંતુ સમાજમાં રાજકારણ લાવવાની જરૂર નથી. જે સમાજ દરેક રીતે એટલે કે શૈક્ષાણીક, રાજકીય, સામાજીક તેમજ આર્થીક રીતે સંગઠીત હશે તો સમાજની દરેક વ્યકિતને તેઓના પોતાના કદ પ્રમાણે તેમજ પોતાની લાયકાત પ્રમાણે શૈક્ષાણીક, રાજકીય, સામાજીક તેમજ આર્થીક ક્ષેત્રમાં યોગ્ય હોદાઓ તેમજ બહોળા પ્રમાણમાં પ્રતિષ્ઠાઓ પાગ મળતી હોય છે. આના માટે ''ચરે વતી ચરે વતી''ના સુત્રને આગળ કરી અને દરેક વ્યકિતએ ખુબજ મહેનત કરવી પડે છે. જેના ફળ સમાજને તેમજ પોતાનેપણ મળતા હોય છે. જેથી દરેક લોકોને અપીલ સાથે જાણાવવાનું કે જે લોકો આર્થીક રીતે મજબુત છે. તેવા દરેક લોકોએ સમાજના મધ્યમ અને નબળા વર્ગના લોકોને ઉપયોગી થવાની ભાવનાઓને કેળવવી પડશે તેમજ મધ્યમ અને નબળા વર્ગના આપાણા સમાજના લોકોને પણ મદદ કરવી પડશે. તેમજ સાથે સાથે મધ્યમવર્ગના આવા લોકોએ પણ પોતાના સમાજના શૈક્ષણીક, રાજકીય, સામાજીક તેમજ આર્થીક આગળ વધારવામાં પાગ મદદ કરવી પડશે. જેથી દરેક લોકો એકબીજાને પુરક બની અને સમાજના દરેક રીતે ઉત્થાન માટે આગળ આવવાની આવશ્યકતાઓ છે.

આ તકે ગુ.ક્ષ.ક. સમસ્ત રાજકોટ સમાજના પ્રમુખ તેમજ સમગ્ર કડીયા સમાજના અગેવાન એવા શ્રી નરેન્દ્રભાઇ સોલંકી (મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ), શ્રી મનસુખભાઈ ટાંક, શ્રી જેન્તીભાઇ ગાંગાણી, શ્રી હેમરાજભાઇ કાચા, શ્રી વિમલભાઈ સાપરીયા, શ્રી કિશોરભાઇ પરમાર, શ્રી કાન્તીભાઈ (રાયજીમારબલ), શ્રી રતીભાઈ ટાંક, સ્વ. જયોત્સનાબેન છગનભાઇ કાચા, શ્રી હરીભાઇ પરમાર, શ્રી નરશીભાઈ સવાણી, શ્રી દિનેશભાઈ જાવીયા, શ્રી પ્રવિણભાઇ રાઠોડ, શ્રી રાજુભાઈ હરીભાઈ ટાંક, શ્રી જે.કે.લીંબુ સરબત, શ્રી વસંતભાઇ ગાંગાણી, શ્રી શાંતીભાઇ ભાણજીભાઈ સાપરીયા, શ્રી રવજીભાઇ મકવાણા, શ્રી કાંતીભાઇ ઓધવજીભાઇ રાઠોડ, અરવિંદભાઇ ગોહેલ વિગેરે સમાજના આગેવાનો દ્વારા આ જીવન જયોત મંડળમાં જોડાનાર દરેક સભ્યને જો કોઈપણ સંજોગોમાં અચાનક મૃત્યુ થાય તો મંડળના નિયમોના આધારે રૂ. ૧૧૦૦૦થી લઈ અને રૂ.૫૦૦સુધીની ત્રણ વર્ષ સુધી મદદ કરવાની ખાત્રી આપેલ છે. જેનુ વિગતવાર લિસ્ટ પણ મીટીંગમાં જાહેર કરવામાં આવશે.

આ મંડળની સ્થાપના કરવામાં સમાજના ઉપરોકત લોકો તેમજ સમાજના દરેક લોકોની સહાનુભુતી જોડયેલી હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ મંડળમાં જોડવા માટે સમાજના આગેવાનો દ્વારા નિયમો નકકી કરેલ છે. જેમાં (૧) આ મંડળનો ઉદેશ આજના સમયને અનુસરીને આપણી જ્ઞાતિના કુટુંબીજનોને સહાયરૂપ થવાનો પ્રયત્ન છે. (૨) સભ્યોની વય મર્યાદા ૧૮વર્ષ પુરા થી ૬૦ વર્ષ પુરા સુધીની કોઇપણ વ્યકિત આ મંડળનો સભાસદ બની શકે છે. (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, તેમજ જન્મતારીખનો પ્રમાણીત દાખલાની ખરી નકલ આપવાની રહેશે.) (૩) સભ્ય થનારે ફોર્મની સાથે સભ્ય ફી રૂ. ૫૦૦ આપવાના રહેશે. (૪)જ્ઞાતિના આ મંડળની અંદર સામેલ થયેલ સભ્યના વારસદારને આ મંડળમાં ચાલુ સભ્યોના સાથ સહકારથી રૂ.૨૦૦ના ગુણાંકમાં કુલ સભ્યોની રકમ ચુકવાશે. દા.ત.ચાલુ સભ્યોની સંખ્યા ૨૫૦૦ હોય તો ૨૫૦૦ સભ્યો * રૂ. ૨૦૦/- - રૂ.૫૦૦૦૦૦ની રકમ વારસદારને આપવામાં આવશે. તેમજ હાલમાં આ સંસ્થાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા વ્યકિતગત રૂપે રૂ. ૧૧, ૦૦૦ વધારાની સહાયરૂપે ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે.

તેમજ આ મંડળમાં આર્થકિ રીતે સધ્ધર સભ્યોને પણ જાણ કરવામાં આવશે કે આપના દ્વારા પણ રૂ.૫૦૦થી વધારે આપી શકાય તેમ હોય તો અપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. તેમજ મંડળના સભ્ય દ્વારા જેટલી રકમ જમા કરવામાં આવેલ હોય તે રકમ માંથી ફકત રૂ.૧૦૦  સ્ટેશનરી ખર્ચના કાપી અને બાકીની રકમ પણ સાથે પરત આપવામાં આવશે. (૫.)સભ્યના વારસદારોઓએ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ કુટુંબ સુરક્ષા યોજનાને સભ્યના અવસાનની જાણ લેખીતમાં મંડળને જાણ કરવાની રહેશે, (૬) કોઈપણ  સભાસદનું અવસાન થયેથી તમામ ચાલુ સભાસદોએ રૂ.૨૦૦નો કોલ યોજનાના કાર્યાલયમાં અથવા તો ઇન્ચાર્જશ્રીને તુરંતુ જ ૩૦ - દિવસમાં ભરવાનો રહેશે. (૭) ખાસ અનિવાર્ય કિસ્સાઓમાં જો કોઇપણ સભ્ય કોલની રકમ ૩૦+૩૦ =૬૦ દિવસમાં ન ભરી શકે તેવા સભાસદનું સભ્યપદ આપોઆપ જ રદ થયેલુ ગણવામાં આવશે તેમજ તેઓને ઉપરોકત યોજનાનો લાભ મળશે નહી.જેની દરેક સભ્યએ ખાસ નોંધ લેવી.(૮)જે કોઇપણ સભાસદ પોતાનું સભાસદ કેન્સલ (રદ) કરવા માંગતા હોય તો રદ થઈ શકશે એની તેની સભાસદ ફી રૂ. ૧૦૦ સ્ટેશનરી ખર્ચ પેટે કાપી બાકીના રૂ.૪૦૦ તુરંત જ પરત કરવામાં આવશે.(૯) કોઈપણ રદ થયેલ સભ્યએ ફરી પાછુ નવેસરથી સભ્ય બનવુ હોય તો તેઓ પણ નવેસરથી ફોર્મ ભરી શકશે. તે સમયે ફરીથી નીયમ મુજબ સભાસદ ફી ભરવાની રહેશે અને તેઓને રાખવા કે ન રાખવા તે નિર્ણય સમીતી દ્વારા કરવામાં આવશે. (૧૦) આ મંડળ બાબતની કોઈપણ પ્રકારની ફરીયાદ ફકત અને ફકત પદાધીકારીઓને લેખીતમાં જ આપવાની રહેશે. મંડળ દ્વારા વધારેમાં વધારે ૩૦ દિવસની અંદર કરવાનો રહેશે. (૧૧ ) આ મંડળની અંદર સામેલ થનાર દરેક સભ્યોએ મંડળના હોદેદારોએ જયારે પણ  રાજકીય, સામાજીક કોઇપણ પ્રકારના કાર્ય માટે જરૂર જણાયે બોલાવવામાં આવે ત્યારે અચુક હાજર રહેવાનુ રહેશે. (૧૨) આ મંડળની વિરૂધ્ધ અથવા તો કોઇપણ પ્રકારે મંડળને નુકશાન કરનાર કોઈપણ પ્રકારનો વ્યવહાર વર્તન અથવા તો ખોટા પ્રચાર કરનાર કોઈપણ સભ્યનું સભ્યપદ તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવશે તેમને કે તેમના વારસદારોને સંસ્થાના કોઇપણ લાભ કે રીફંડો આપવામાં આવશે નહી.(૧ ૩) દરેક સભ્યોએ ફોર્મની અંદર પોતાના પરિવારની સંપૂર્ણ વિગત ફોર્મમાં ભરવાની રહેશે.(૧ ૪)આ યોજનામાં પ્રથમ વહેલો તે પહેલાના ધોરણે ફકત ૧૧૦૦ લોકોને જ આ મંડળના સભ્ય બનાવવામાં આવશે. (૧૫) આ મંડળના પ્રથમ ૧૧૦૦ સભ્યોનેનો બેંકની અંદર આકસ્મીક વિમાના બે વ્યકિતના રૂ. ર૫ વિમાના જે ભરવાના થશે તે નરેન્દ્રભાઈ સોલંકી એટલે કે (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) તરફથી ત્રણ વર્ષ સુધી રૂ.૨૫ લેખે ચુકવવા આવશે. જે રકમ બેંકમાં પોતાના ખાતામાં ભરવાની જવાબદારી સભ્યની પોતાની રહેશે. (ઉપરોકત બંન્ને વિમાની યોજનાઓ સરકારશ્રીના નીયમોને આધીન રહેશે જેનુ સર્વેએ પાલન કરવાનુ રહેશે.) (૧૬) આ મંડળના કોઇપણ સભ્યનુ કુદરતી મૃત્યુમાં એક વર્ષમાં રૂ. ૩૩૦ ભરવાના થાય છે અને તેમા પણ સરકારશ્રી તરફથી રૂ. ૨૦૦૦૦૦નું વિમા કવચ ચુકવામાં આવે છે. તેમાં પણ  કોઇપણ સભ્ય રૂ.૩૩૦નો વિમાનું કવચ ઉતારવા માંગતા હોય તો તેના ૫૦્રુ રૂપીયા એટલે કે રૂ. ૧૬૫  લેખે નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા ત્રણ વર્ષ સુધી ચુકવવામાં આવશે. જે ઉપરોકત રકમ ભર્યાની એન્ટ્રી પાસબુકમાં કરાવી મંડળને ઝેરોક્ષ આપવાની રહેશે. (બન્ને વિમાની યોજનાઓ સરકારશ્રીના નીયમોને આધીન રહેશે જેનુ સર્વે એ પાલન કરવાનુ રહેશે.) તેમ નરેન્દ્રભાઈ સોલંકી (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮)ની એક યાદીના અંતમાં જણાવાયું છે.

(11:39 am IST)