Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રાજકોટમાં પકડાતાં ગાંજામાં મોટે ભાગે સુરતનું પગેરૂ નીકળે છેઃ સુરત પોલીસે પકડ્યો ૧ કરોડનો ગાંજોઃ ઓરિસ્સાથી આવ્યો હતો

ગાંજો મંગાવનારા સુરત ડીંડોલીના મુળ મહારાષ્ટ્રના અરૂણ મહાડીક તથા જથ્થો લાવેલા મહોમ્મદફહીમ શેખ, મોહમ્મદયુસુફ શેખને કડોદરા રોડ પર ટ્રક સાથે દબોચી લેવાયાઃ પીઆઇ લલીત વાગડીયા અને ટીમને સફળતા : ઓરિસ્સાના દિલીપ ગોૈડાએ ગાંજો મોકલ્યાનું પણ ખુલ્યું ટ્રકમાં ચોરખાનુ બનાવી ગાંજાના બાચકા છુપાવ્યા'તા

તસ્વીરમાં ગાંજાના બાચકા, જપ્ત થયેલો ટ્રક અને ચોરખાના માટેનું પાર્ટીશન તથા કામગીરી કરનાર પીઆઇ લલીત વાગડીયા તથા તેમની ટીમ ત્રણ આરોપીઓ સાથે જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: રાજકોટ શહેર પોલીસ કે બીજી બ્રાંચ જ્યારે પણ ગાંજો પકડે છે ત્યારે મોટે ભાગે સુરત તરફથી આ ગાંજો આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવે છે. આવું અગાઉ અનેક વખત થયું હતું. દરમિયાન હવે સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે ૧ કરોડનો ૧ ટનથી વધુ ગાંજો ભરેલા ટ્રક સાથે બે શખ્સને અને આ ગાંજો જેને આપવાનો હતો એ સુરત ડીંડોલીના શખ્સને દબોચી લઇ વિશેષ તપાસ કરતાં ગાંજાનો આ જથ્થો ઓરિસ્સાથી આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંમ્પ નજીક માધવ પાર્ક ટ્રાન્સપોર્ટ ગોડાઉનની બાજુમા આવેલ નવા રોડ પર સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમોએ વોચ રાખી અશોક લેલાન્ડ ટ્રક નં. એમએચ-૧૮બીજી- ૨૮૯૧ આંતરી લઇ તલાશી લેતાં પહેલા તો ઠાઠુ ખાલી દેખાયું હતું. પરંતુ તેમાં ગાંજો હોવાની પાક્કી માહિતી  ૧૦૦૯.૨૯૦ કિલો ગાંજો કિંમત રૂ. ૧,૦૦,૯૨,૯૦૦નો મળી આવતાં તે તથા ટ્રક કબ્જ તેમજ ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૧૨,૧૩,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ જણાને પકડી લીધા હતાં.

પોલીસે મોહંમદ ફઇમ મોહંમદ રફીક શેખ (ઉ.વ. ૨૪ રહે. ઘર નં-૧/૧૫૪૬/૯, ખલીફા સ્ટ્રીટ, અગારીની ચાલ, નાનપુરા, સુરત. મુળવતન-રહે. ગામ–ચાલશેરી, જી.મલપુરમ-કેરળ), મોહંમદયુસુફ ગોસમોહંમદ શેખ (ઉ.વ.૪૫ રહે. ઘર નંબર, ૧/૩૧૭૨, ખ્વાજાદાના દરગાહ, બડેખા ચકલા, નાનપુરા સુરત) તથા  અરૂણ સાહેબરાવ મહાડીક (ઉ.વ.૩૭ રહ. ૨૦૬, તિરૂપતિ રો-હાઉસ, ડીંડોલી ફાયર સ્ટેશન, ખરવાસા રોડ, સુરત મુળ વતન– તરવાડેગામ તા.ચાલીસગાંવ જી.જલગાંવ મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી છે.

આ આરોપીઓ પાસેથી પકડાયેલ -તીબંધીત ગાંજાના જથ્થા બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, મજકુર બંન્ને ઇસમો આ ગાંજાનો જથ્થો ઓરીસ્સા રાજ્યના ગંજામ જીલ્લાના બરમપુર ગામ નજીક દિલીપ ગૌડા નામના ઇસમ પાસેથી ભરી લાવેલ અને સુરત ડીંડોલીમાં રહેતા અરૂણ સાહેબરાવ મહાડીકને આપવાનો હોવાનુ જણાવતા આરોપી અરૂણ સાહેબરાવ મહાડીક રહેવાસી ડીંડોલી સુરત શહેરનાઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે.

પ્રાથમિક તપાસમાં મુળ મહારાષ્ટ્રના હાલ સુરત ડીંડોલીમાં રહેતાં અરૂણે આ ગાંજો મંગાવ્યો હતો. જે ઓરીસ્સાના ગંજામ જીલ્લાના બરમપુર ગામ નજીકથી દિલીપ ગોૈડા નામના શખ્સે ટ્રકમાં ભરી આપ્યાનું પકડાયેલા ટ્રક ચાલક કલીનરે જણાવ્યું હતું.

પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શરૂ કરવામાં આવેલ “NO DRUGS IN SURAT CITY” ઝુંબેશ અન્વયે એક ટનથી પણ વધારે ગાંજાના જથ્થાને ઝડપી પાડી નાકોર્ટીકસની બદીને સુરત શહેરમાં ફેલાતી અટકાવવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.  અભિયાનને સંપુર્ણ રીતે સાર્થક કરવા માટે આ કામગીરી પીઆઇ લલિત વાગડિયા, પીઆઇ એ. જી. રાઠીડ, પીએસઆઇ ચિરાગ દેસાઈ, ડી.એમ.રાઠોડ, પી.એમ. રાઠોડ, એએસઆઈ શૈલેષ રાસબિહારી અને હેડકોન્સ. મનોજ તુકારામએ આ કામગીરી કરી હતી.

(11:40 am IST)