Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પોતે અપરણિત રહી ત્રણે બહેનોના ધામધૂમથી લગ્ન કરી કન્યાદાન કરનાર ગુજરાતની આ દીકરીને તમે આ રીતે ઓળખો છો ?

ફકત ભાઈ કે બહેન જ નહિ માતા પિતાની ભૂમિકા ભજવી પોતાના નાના મોટા બહેનોના લગ્ન કરવાના જાણીતી સિંગર રાજલ બારોટના જીવનની હિન્દી ફિલ્મોની કાલ્પનિક કથાથી ચઢિયાતી સત્ય કથા : ટોચના લોક ગાયકો દ્વારા મામેરા ભરાયા, જેને નાની બહેન બનાવી છે તેવા અમદાવાદના જોઇન્ટ પોલિસ કમિશનર અજય કુમાર ચોધરી અને તેમના ધર્મ પત્ની જાણીતા સિંગર દીપ શીખાજી નણંદ બા સાથે અડીખમ ઊભા રહ્યા : માયા ભાઈ આહિર, ફરીદા મીર , ગીતાબેન રબારી, કિંજલ દવે, જીજ્ઞેશ રાજ બારોટ, રાકેશભાઈ સહિત લોકગાયકો અને સાહિત્યકારોની ઉપસ્થિતને કારણે પ્રસંગને ચાર ચાંદ લાગ્યા

 રાજકોટ તા.૨૩, કોઈ હિંન્દી ફિલ્મની કાલ્પનિક કથામાં જોવા મળે તેવી સત્ય ઘટના જાણીતા લોક ગાયક પરિવારમાં સાકાર થતા ગુજરાતભરના સાહિત્ય વર્તુળો અને સાહિત્ય અને કલાપ્રેમી લોકોમાં હાલમાં એક માત્ર ચર્ચા ટોચ પર છે, અને આ ચર્ચાનું મુખ્ય પાત્ર એટલે રાજલ બારોટ તેમના પર અઢળક અભિનંદન વર્ષી રહ્યા છે.

 આ રાજલ બારોટ એટલે ૧૩ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરી અત્યાર સુધીમાં ૭૦ જેટલા આલ્બમ દ્વારા લોકપ્રિયતાના શિખર શર કરનાર ગુજરાતના સુમધુર કંઠ માટે જાણીતા સિંગર અને એંકર રાજલ બારોટ.

 આજે આપણે એક યુગના સુપ્રસિદ્ધ સ્વ.મણીરાજ બારોટનો સહિત્યક અને લોક ગાયકીનો વારસો સુપેરે જાળવી રાખનાર રાજલ બારોટના કોઈ નવા આલ્બમ વિશે નહિ પરંતુ સમગ્ર સમાજમાં એક અનુકરણીય અને જે પ્રેરણા દાયક કાર્ય કરેલ છે તેની રસપ્રદ કથા માણવી છે. માતા પિતા ગુમવનાર રાજલ બારોટને કોઈ ભાઈ ન હોવાથી  પિતાના પગલે લોક ગાયિકા બનેલ રાજલે નાની ઉંમરે પરિપકવતાના દર્શન કરાવી માત્ર બહેન કે ભાઈ જ નહિ માતા અને પિતા એ તમામની ફરજ નિભાવી  રાજલ બારોટ દ્વારા પોતાની મોટી બહેન મેઘલના લગ્ન કરાવી કન્યાદાન કરી અલગ પ્રણાલી પાડી સર્વત્ર વાહ વાહિ મેળવી હતી.

જવાબદારી સારી રીતે નિભાવવા માટે તાજેતરમાં રાજલ બારોટ દ્વારા પોતે અપરણિત રહી તેનાથી બન્ને નાની બહેનોના લગ્ન કોરોના ગાઈડલાઈન પાલન સાથે ધામધૂમથી લગ્ન કરી માતા પિતા બની  ટોચની હસ્તીઓની ઉપસ્થિતિમાં કન્યાદાન કરી એક આદર્શ મિશાલ પ્રસ્થાપિત કરી હતી.

 એ જાણીને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થશે કે ઉકત બહેનો પોતના ઘેર જ એક બીજાને રાખડી બાંધી એક બીજાની રક્ષા કરવાના કોલ આપે છે, એ અલગ વાત છે કે તાજેતરમાં જ અમદાવાદના કલા સાહિત્ય પ્રેમી લોકપ્રિય જોઇન્ટ પોલિસ કમિશનર અજય કુમાર ચોધરી દ્વારા રાજલ બારોટ પાસે રાખડી બંધાવી હતી. આ સંબંધો અંતર્ગત અજય કુમાર ચોધરી તથા પોતના નણંદને જરા પણ આ પ્રસંગે ઓછુ ન લાગે તે માટે ગુજરાતના જાણીતા સિંગર દીપ શિખાજી પણ બન્ને પુત્રીઓ સાથે સતત સાથે રહેલ.

લોકગાયિકી અને સાહિત્ય જગતના ટોચના ગાયકો દ્વારા બહેન રાજલ બારોટને પ્રોત્સાહિત કરી પ્રસંગની આન, બાન અને શાન મા વધારો કરવા ઉપસ્થિત રહી મામેરા ભર્યા હતા.

ઉકત પ્રસંગની શોભા વધારવા માટે માયાભાઈ આહિર, જીજ્ઞેશ કવિરાજ, ગીતાબેન રબારી, કિંજલ દવે, ફરીદાબેન મિર  અને રાકેશભાઈ સહિતના દીગ્ગજો ઉપસ્થિત રહ્યા હતાં. માયાભાઈ દ્વારા તો સ્વ.મણીરાજ બારોટના સત્ય બોલવાના સ્વભાવ સહિત તેમને સિંહ સમાન ગણાવ્યા હતા. 

(12:30 pm IST)