Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

SGVP ગુરૂકુલ રિબડામાં ગુરૂવારથી શ્રીમદ ભાગવત

દિવંગત આત્માઓના મોક્ષાર્થે ૧૦૮ સંહિતા પારાયણ સંતો દ્વારા : સત્સંગીજીવન ગ્રંથના સંહિતાપાઠ પારાયણનું પણ આયોજનઃ આવતા વર્ષે ભાવવંદના પર્વ ઉજવાશે

રાજકોટઃ   SGVP ગુરુકુલ અમદાવાદના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં તેમજ શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે ગુરુકુલ રિબડા ખાતે આગામી તા. ૨૫ ડીસેમ્બર થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન તાજેતરમાં દિવંગત થયેલા આત્માઓની પવિત્ર સ્મૃતિમાં અને મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત અને સત્સંગીજીવન ગ્રન્થના સંહિતાપાઠ પારાયણનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપરાંત શા.માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ગુરુકુલ પરંપરાના પુનરોદ્ધારક અને સમાજ સેવાના અનેક વિધ આયોજનોના મશાલચિ એવા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવન કવનને ઉજાગર કરતા ધર્મજીવનગાથા નામના દળદાર ગ્રંથના  વિમોચન હેતુથી આગામી તા.૬માર્ચ ૨૦૨૨ના રોજ છારોડી ગુરુકુલ ખાતે ભાવના વંદના પર્વ ઉજવવામાં આવશે.

 આ ભાવના વંદન પર્વના ઉપક્રમે SGVP ગુરુકુલ ખાતે ગૌપૂજન,  વિષ્ણુયાગ, દિવ્ય અભિષેક, સમૂહ મંત્રલેખન, સમૂહધૂન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.   પધરામણી પર્વ અંતર્ગત ગુંદાસરાના બારસિયા પરિવારના અમૃતભાઇ તથા ડો.જયની હોસ્પિટલે સંત મંડળ તેમજ ધીરુભાઇ ભુકી વાળાના નિવાસ સ્થાને યોગેશભાઇ તેમજ તેમના પરિવાર જનોએ સંતોનું સ્વાગત કર્યું હતું..આરીતે સંતો દ્વારા ૫૦૦ ઉપરાંત ભકતોને ઘેર ઠાકોરજીની પધરામણી કરી હતી.

પુરાણી બાલકૃષ્ણદાસજી  સ્વામીની ઉપસ્થિતિમાંગ્રીન ચોકડી વિસ્તાર,  મવડી વિસ્તાર, તેમજ લીબર્ટી સ્ટુડીઓવાળા, તેમજ રુપકલા સ્ટુડીઓવાળા કાત્રોડીયા બ્રધર્સના ભાઇઓ, રમેશભાઇ, રાજેશભાઇ, બિપીનભાઇ, દિનેશભાઇ, નવનીતભાઇ તેમજ પત્રકાર શ્રી દિલીપભાઇ ભટ્ટ વગેરે ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ કનુ ભગતની યાદીમાં જણાવાયું છે.

(2:35 pm IST)