Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પરબવાવડી પાસે બોલેરોમાંથી પડી જતા આંબરડીના ગીધાભાઇનું મોત

પ્રૌઢ જૂનાગઢ જતા'તાઃ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ,તા. ૨૩ : જૂનાગઢ નજીક પરબવાવડી પાસે બોલેરોમાંથી પડી જતા પ્રૌઢનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ જસદણના આંબરડી ગામમાં રહેતા ગીધાભાઇ નાનજીભાઇ મકવાણા (ઉવ.૫૫) ગત તા. ૧૪ના રોજ બોલેરોમાં બેસીને આંબરડીથી જૂનાગઢ જતા હતા.ત્યારે પરબવાવડી પાસે અકસ્માતે બોલેરોમાંથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું ગઇ કાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી.રાણા તથા પ્રશાંતસિંહ પ્રાથમીક કાગળો કરી  જૂનાગઢ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(2:36 pm IST)