Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વાહ... રાજકોટમાં સ્માર્ટ પાર્કિંગ ઓનલાઇન માહિતી મળી શકશે

શહેરમાં અલગ - અલગ ૨૫ જગ્યાએ સુવિધા ઉભી કરાશે : ઢેબર રોડ પર પાર્કિંગ સ્થળની મુલાકાત લેતા અમિત અરોરા

રાજકોટ તા. ૨૩ : શહેરને સ્માર્ટ અને સુંદર અને રળિયામણુ બનાવવા માટે મનપા દ્વારા સ્માર્ટ સુવિધાઓનો ઉપયોગ કરી શહેરને સ્માર્ટસીટી બનાવવા માટેની કામગીરી તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે

શહેરમાં અલગ અલગ ૨૫ જગ્યાએ 'સ્માર્ટ પાર્કિંગ' બનાવવામાં આવશે. ઢેબર રોડ પર બનાવવામાં આવેલ સ્માર્ટ પાર્કિંગની મુલાકાત મ્યુ. કમિશનર અમિત અરોરાએ કરી હતી.

શહેરને સ્માર્ટ બનાવવા માટે સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહ્યુ છે. શહેરમાં અલગ અલગ ૨૫ સ્થળોએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે જેમાંનું એક સ્માર્ટ પાર્કિંગ ઢેબર રોડ, નાગરિક બેંક પાસે હાલ બની ગયેલ છે જેની આજે તા. ૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વિઝિટ કરી હતી.સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ પાર્કિંગમાં સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેમાં પાર્કિંગ કરેલ વાહનોનું સ્ટેટસ ઓનલાઈન જાણી શકાશે. સ્માર્ટ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે જગ્યા છે કે નહી તેની પણ માહિતી મેળવી શકાશે. વાહન પાર્ક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઈન(સ્થળ પર) પણ સ્લોટ બુક કરી શકશે. વાહન પાર્ક કરવા માટેનો ચાર્જ પાર્કિંગ પોલીસી મુજબ ઓનલાઈન અને ઓફલાઈન પે કરી શકાશે. ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, અન્ય થર્ડ પાર્ટી દ્વારા પણ ઓનલાઈન ચાર્જ ભરી શકાશે. સ્માર્ટ પાર્કિંગ ખાતે એલ.ઇ.ડી. સ્કીન રાખવામાં આવશે તેના પણથી પણ સ્માર્ટ પાર્કિંગમાં જગ્યા છે કે નહી તે જાણી શકાશે.

મ્યુનિ. કમિશનરશ્રીની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજર જયેશ કુકડિયા, ડાયરેકટર આઈ.ટી. સંજય ગોહીલ, આસી. મેનેજર વત્સલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૩૪)

સ્માર્ટ પાર્કિંગમાં કઇ કઇ સુવિધા

.   પાર્કિંગ કરેલ વાહનોનું સ્ટેટસ ઓનલાઇન જાણી શકાશે

.   વાહન પાર્ક માટે જગ્યા છે કે નહિ? તેની માહિતી મેળવી શકાશે.

.   બુકિંગ અને ચાર્જ ઓનલાઇન અને ઓફલાઇન કરી શકાશે.

.   પાર્કિંગમાં જગ્યા છે કે નહિ તે LED સ્ક્રીનમાં જોઇ શકાશે.

(3:17 pm IST)