Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

એકસપાયરી ડેટની ૨૫૦૦ બોટલોનો નાશ સંત કબીર રોડ પર શંકર વિજય એન્ટરપ્રાઇઝ સીલ

એકસ્પાઇરી ડેટના ઠંડા પીણા ધાબડવાનું કારસ્તાન છત્તુ : અમૂલ ફલેવર્ડ મીલ્કની ૨૪૦૦ બોટલ, સ્પ્રાઇટની ૧૮, ફેન્ટાની ૫૭, લીમ્કાની ૨૬ એકસ્પાઇરી ડેટવાળી બોટલો મળી આવી : મચ્છુ ડેરીમાંથી ૨૦૦ કોથળી છાસનો નાશ : ૪ દુકાનદારોને નોટીસ : મ.ન.પા.ની ઝુંબેશ

રાજકોટ તા. ૨૩ : મ.ન.પા. દ્વારા સંત કબીર રોડ પરથી એકસ્પાઇરી ડેટના ઠંડા પીણાની બોટલોનો મોટો જથ્થો ઝડપી લેવાયો હતો અને આ જથ્થો જ્યાંથી ઝડપાયો તે શંકર વિજય એન્ટરપ્રાઇઝને તાત્કાલિક અસરથી 'સીલ' લગાવી દેવાયું હતું.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગે જાહેર કર્યા મુજબ જાહેર આરોગ્ય હિતાર્થે સંતકબીર રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન બેવરેજીસ- ૬૪૬ લી (અમુલ કુલ ફલેવર્ડ મીલ્ક ૧૮૦ મિલી. - ૨૪૦૦ બોટલ, સ્પ્રાઇટ - ૨.૫ મિલી. પેકડ-૧૮ બોટલ, ફેન્ટા ૧.૨૫ મિલી. - ૧૨ બોટલ, ફેન્ટા ૭૫૦ મિલી - ૪૫ બોટલ, લીમ્કા ૭૫૦ મિલી - ૨૬ બોટલ), પ્રિપેર્ડ ફુડ ૬ કિ.ગ્રા. જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ્ અને ૦૪ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. તેમજ માન નાયબ કમિશનર સાહેબની સુચના અન્વયે તાત્કાલિક અસરથી સંતકબીર રોડ પર આવેલ શંકર વિજય એન્ટરપ્રાઇઝ પેઢીને સીલ કરવામાં આવેલ.

૨૫૦૦ બોટલ ઠંડાપીણાનો નાશ

શંકર વિજય એન્ટરપ્રાઇઝ સંત કબીર રોડ પર દરોડા પાડતા ત્યાંથી અમુલ કુલ ફલેવર્ડ મીલ્ક ૧૮૦ મિલી - ૨૪૦૦ બોટલ, સ્પ્રાઇટ ૨.૫ મિલી પેકડ ૧૮ બોટલ, ફેન્ટા ૧.૨૫ મિલી ૧૨ બોટલ, ફેન્ટા ૭૫૦ મિલી ૪૫ બોટલ, લીમ્કા ૭૫૦ મિલી ૨૬ બોટલ વગેરે એકસ્પાઇરી ડેટની મળી આવતા આ તમામ બોટલોનો નાશ કરાયેલ. આ ઠંડાપીણાની અમુક બોટલો તો ૨૦૧૭ના વર્ષની હતી. આથી ડે.કમિશનરની સુચનાથી આ પેઢીને સીલ લગાવી દેવાયું હતું.

આ ઉપરાંત સંતકબીર રોડ પર આવેલ ખોડલ ખમણ હાઉસમાંથી ખોરૂ વાસી ફરસાણ ૩ કિ.ગ્રા. નાશ, એમ.આર.પીઝા માંથી વાસી ૩ કિ.ગ્રા. પ્રિપેર્ડ ફૂડ નાશ કરાયેલ. જ્યારે નીર કોલ્ડ્રીંકસને લાયસન્સ બાબતે નોટીસ અપાયેલ. તેમજ મચ્છુ ડેરીમાંથી તારીખ વગરની ૫૦૦ મિલી પેકડ છાશ ૨૦૦ પેકેટ નાશ કરાયો હતો. તેમજ તાહેરી કાદરભાઇ વૈદ્યને લાયસન્સ બાબતે નોટીસ, રામદેવ ડેરી ફાર્મને લાયસન્સ બાબતે નોટીસ અપાયેલ. દૂધના ૪ નમૂના લેવાયા

આ ઉપરાંત ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ નમૂનાલેવામાંઆવેલ. જેમાં મચ્છુ ડેરી, દૂધેશ્વર મહાદેવ મંદિર સામે, સંતકબીર રોડ થી 'મિકસ દૂધ (લૂઝ)' (ર) સ્થળ - રાધેશ્યામ ડેરી ફાર્મ, શોપ નં ૨૫,૨૬, ગ્રાઉન્ડ ફલોર, સંતકબીર રોડ થી 'મિકસ દૂધ (લૂઝ)' ૩) સ્થળ - શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, મેહુલનગર મે. રોડ, સંતકબીર રોડથી 'મિકસ દૂધ (લૂઝ)' ૪) સ્થળ - ગોપાલ ડેરી ફાર્મ, શોપ નં. ૧, માધવપાર્ક-૩, ગોવર્ધન બસ સ્ટોપ પાસે, ૧૫૦' રીંગ રોડથી ' ગાયનું દૂધ (લુઝ)' ૫) સ્થળ - શ્રીજી ડેરી ફાર્મ, કિશ્ના કોમ્પલેક્ષ, શોપ નં ૪, માધવપાર્ક -૨, ગોવર્ધન ચોક, ૧૫૦' રીંગ રોડથી 'ભેંસનું દૂધ (લૂઝ)' વગેરેમાંથી નમૂનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.

(3:18 pm IST)