Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ઘરમાં ઉત્પન્ન થતા સુકા તેમજ ભીના કચરાને કઇ રીતે અલગ રાખવો : મનપા દ્વારા ન્યુએરા સ્કુલમાં તાલીમ કાર્યક્રમ યોજયો

રાજકોટ, તા.ર૩: રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ન્યુ એર સ્કુલ ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં વેસ્ટ સેગ્રીગેશન તથા હોમ કમ્પોસ્ટીંગ બાબતે સ્કુલના વિદ્યાર્થીઓ માટે તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવેલ.  વિસ્તૃત માહિતી/ ICLEA નાં CONSULTANT નિલેશ પ્રજાપતિ તેમજ રાહુલ  સિંઘ દ્વારા આપવામાં આવેલ. આ પ્રસંગે ન્યુ એરા સ્કુલના પ્રિન્સીપાલ  અજયભાઈ પટેલ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી સિંઘ  તેમજ નાયબ પર્યાવરણ ઈજનેર શ્રી તુવાર, સેનિટેશન ઓફિસર શ્રી વ્યાસ, વોર્ડના એસ. આઈ., એસ.એસ. આઈ. તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહેલ.

(3:27 pm IST)