Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા સહાયનો નિર્ણય આવકાર્યઃ બોદર

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે રાજયના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન ઉપર સહાય આપવાના નિર્ણય ને આવકારી રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે ડીજીટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે, કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઇ. ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી ખેત ઉપયોગી અદ્યતન ટેકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે.

ખેડૂતને એક સ્માર્ટ ફોનની ખરીદી કર્યેથી રૂ. ૧પ હજાર સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને ફોનની કિંમતના ૧૦ ટકા અથવા રૂ. ૧પ૦૦ બે માંથી જે ઓછુ હોય તેટલી સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત ખેડૂતો 'i-Khedut' પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. તેમ ભૂપત બોદર જણાવે છે.

(3:31 pm IST)