Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ટાગોર રોડ પર એપાર્ટમેન્ટની અગાસી પરથી પડી જતા ૧૩ વર્ષની બાળાનું મોત

માતા શોધતા'તા ત્યાં પુત્રી પાર્કિંગમાં લોહી લુહાણ હાલતમાં મળીઃ પિતા થાનમાં કારખાનુ ધરાવે છેઃ અકસ્માતે પડી ગયાનું તારણ

રાજકોટ તા.ર૩ : ટાગોર રોડ પર વીરાણી હાઇસ્કુલની પાછળ આવેલા ગોડ પેલેસ એપાર્ટમેન્ટની અગાસી પરથી પડી જતા ૧૩ વર્ષની બાળાનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ટાગોર રોડ પર વિરાણી હાઇસ્કુલની પાછળ રામકૃષ્ણ વેસ્ટમાં આવેલા ગોડ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી મનસ્વી રાહુલભાઇ લખતરીયા (ઉ.૧૩) ગઇકાલે આગાસી પર હતી. ત્યારે અગાસી પરથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. પુત્રી ઘરે ન આવતા  તેની માત્ર પુત્રીને શોધતા હતા ત્યાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મનસ્વી લોહીલુહાણ હાલતમાં પડેલી જોઇને દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી બાળાને સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા થાનમાં કારખાનુ ધરાવે છે. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ રવીભાઇ વાઘેલા તથા રાઇટર નીરવભાઇ કાર્યવાહી કરી હતી.અકસ્માતે પડી જતા બાળાનું મૃત્યુ નિપજયું હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. આ બનાવની વધુ તપાસ પી. એસ. આઇ. ટી. ડી.ચુડાસમાએ હાથ ધરી છે.

(4:07 pm IST)