Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રાજકોટ જીલ્લામાં ૫૪૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચની બેઠકની સંખ્યા ૫૪૪ : વોર્ડમાં ૪૫૯૭ સભ્યો રહેશેઃ ૮ વોર્ડ ધરાવતી ૪૬૧ પંચાયત

૨૯ નવે.થી ફોર્મ ભરાશેઃ ૭ ડીસે. સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશેઃ ૧૯મીએ મતદાન અને ૨૧ ડીસે.એ મત ગણતરી : ૨૦ વોર્ડ ધરાવતી ૧ ગ્રામ પંચાયતઃ રાજકોટ તાલુકાની ૫ ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી પણ થશે : રાજકોટ જીલ્લામાં કડક આચારસંહિતા લાગુઃ કલેકટર દ્વારા મામલતદારોને ખાસ ઓર્ડરો...

રાજકોટ, તા. ૨૩ :. રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરતા જ રાજકોટ જીલ્લામાં કડક આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. અનેક મહત્વના સરકારી વિકાસ કામો અટકી ગયા છે. કલેકટરે કડક આચારસંહિતા સંદર્ભે મામલતદારોને ખાસ ઓર્ડરો કર્યા છે. આ ચૂંટણીમાં નાયબ મામલતદારો આર.ઓ. તરીકે ફરજ બજાવશે, સ્ટાફની ભારે અછત છે, અમૂક સ્થળે તો તલાટીઓ સર્કલ ઓફીસરના ચાર્જમાં હોય તેઓ આર. ઓ. તરીકે ફરજ બજાવે તેવી સ્થિતિ ઉદ્ભવી છે.

દરમિયાન કલેકટર તંત્રના ચૂંટણી શાખાના સુત્રોના કહેવા મુજબ રાજકોટ જીલ્લામાં પ૪૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે, આમાં રાજકોટ તાલુકાની પ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.

આ પ૪૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચની બેઠકની સંખ્યા પ૪૪ તો વોર્ડના સભ્યોની સંખ્યા ૪પ૯૭ રહેશે, ૮ બોર્ડ ધરાવતી ૪૬૧ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે ર૦ વોર્ડ ધરાવતી કોટડા સાંગાણી તાલુકાની ૧ ગ્રામ પંચાયત છે, ૧૦ વોર્ડ ધરાવતી ૬૦, ૧ર વોર્ડ ધરાવતી-૧૩, ૧૪ વોર્ડ ધરાવતી-પ, ૧૬ વોર્ડ ધરાવતી-૩, ગ્રામ પંચાયત હોવાનું જાહેર થયું છે.

અત્રે એ નોંધનીય છે કે ચૂંટણી પંચે ગઇકાલે કરેલ જાહેરાત મુજબ ર૯મીએ જાહેરનામું પ્રસિધ્ધ થશે, તે દિવસથી ફોર્મ ભરાશે, તા. ૪ ડીસેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ચકાસણી તા. ૬ ડીસેમ્બર અને તા. ૭ ડીસેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

આ પછી તા. ૧૯મીએ સવારના ૭થી સાંજના ૬ સુધી મતદાન થશે, અને ર૯મીએ મતગણત્રી યોજાશે.

રાજયમાં કુલ ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે, ચૂંટણી યોજવાની અધીકારો જે તે પ્રાંતને સોંપાયા છે, ભારતના ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ઓળખપત્ર કાર્ડ મતદાનની દિવસે લઇ જવાનું રહેશે, આ ચૂંટણીમાં EVM નહીં પરંતુ મતપેટી રહેશે, નોટાનો વિકલ્પ પણ રખાયો છે.(૨-૨૧)

રાજકોટ શહેર-જીલ્લામાં કયા તાલુકામાં

કેટલી ગ્રામ પંચાયત-સરપંચ-વોર્ડ સભ્યો

તાલુકો

ગ્રામ

સરપંચની

વોર્ડના

 

પંચાયત

બેઠકોની

સભ્યોની

 

ની સંખ્યા

સંખ્યા

સંખ્યા

રાજકોટ

૮૯

૮૯

૭૪૬

કોટડાસાંગાણી

૪૦

૪૦

૩૪૬

લોધીકા

૩૬

૩૬

ર૯૮

પડધરી

પ૮

પ૮

૪૭૪

ગોંડલ

૭૭

૭૭

૬પર

જેતપુર

૪૭

૪૭

૪૧૦

પેટા

ધોરાજી

ર૮

ર૮

ર૪ર

ઉપલેટા

૪૮

૪૮

૪૦૦

પેટા

જામકંડોરણા

૪૬

૪૬

૩૮૦

પેટા

જસદણ

૪૪

૪૪

૩૮૦

વિંછીયા

૩૦

૩૦

રપ૪

પેટા

                 કુલ

પ૪૮

પ૪૪

૪પ૯૭

(4:09 pm IST)