Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભાજપની જેમ કોઇના ઝભ્ભા પકડીને નહિ, લોકશાહી ઢબે ચુંટણી કરી વટભેર જીત્યા છીએઃ યુથ કોંગ્રેસનો ધ્રુજારો

ગુજરાતમાં યુવક કોંગ્રેસની ચુંટણીમાં પ્રદેશ મહામંત્રી આદિત્યસિંહ ગોહીલ, રાજકોટ શહેર પ્રમુખ હરપાલસિંહ જાડેજા અને જીલ્લા પ્રમુખપદે અલ્પેશ સાધરીયા સહિત ૨૮ ઉમેદવારોએ જીત મેળવી : આગામી સમયમાં યુવાનોની ફોજ બનાવાશે, વોર્ડવાઇઝ-બુથવાઇઝ કામગીરી સોંપવામાં આવશે

રાજકોટઃ તા.૨૩, યુવક કોંગ્રેસની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાંથી ૨૮ ઉમેદવારોએ જીત મેળવી છે. યુથ કોંગ્રેસના વિજેતા ઉમેદવારો 'અકિલા'ના આંગણે આવ્યા હતા અને 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ મેળવ્યા હતા.

આ પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં ચુંટાયેલા પ્રદેશ મહામંત્રી આદિત્યસિંહ ગોહીલ, રાજકોટ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા અને જીલ્લા પ્રમુખ અલ્પેશ સાધરીયાએ ખોંખારો ખાતા કહ્યું કે અમે કંઇ ભાજપના કાર્યકરો કે આગેવાનોની જેમ નેતાઓના ઝભ્ભા પકડી પ્રમુખ કે મહામંત્રી જેવા હોદા ઉપર બિરાજમાન થયા નથી. પરંતુ કાયદેસરની લોકશાહી ઢબે  ચુંટણી કરી સભ્યોએ મતદાન કર્યા બાદ ઉમેદવારોએ જીત મેળવી હોદા હાંસલ કર્યા છે.

કોંગ્રેસના યુવા આગેવાનોએ જણાવેલ કે સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીના નેજા હેઠળ ૨૦૦૭થી યુવક કોૈંગ્રેસમાં ચુંટણી યોજવામાં આવે છે. ચુંટણી પ્રક્રિયાનો સમયગાળો ત્રણ મહિનાનો હોય છે. લોકશાહી રીતે જ ચુંટણી યોજવામાં આવે છે.

ગુજરાતભરમાં કોંગ્રેસના ૯ લાખ સભ્યો છે જેમાંથી ૪ લાખ સભ્યોની મેમ્બરશીપ રદ થઇ હતી. આમ પાંચ લાખ સભ્યોએ મતદાન કયુ હતુ. શહેર અને જીલ્લામાંથી ઘણાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચુંટણીમાં કોઇ ઉમેદવાર હારતુ નથી. પરંતુ તેને ક્રમ મુજબ હોદાઓ આપવામાં આવતા હોય છે.

આ તકે હરપાલસિંહ જાડેજાએ જણાવેલ કે આવનારા સમયમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી હોય યુવાનોની ટીમ બનાવવામાં આવશે અને વોર્ડવાઇઝ, બુથવાઇઝ કામગીરી સોંપવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસની ચુંટણીમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે પ્રથમ ક્રમે આદિત્યસિંહ ગોહીલ, રાજકોટ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે હરપાલસિંહ જાડેજા રાજકોટ જીલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ સાધરીયા વિધાનસભા ૬૮ જયદીપ મકવાણા (પ્રમુખ), ૬૯ નિલરાજ ખાચર (પ્રમુખ), ૭૦ શકિતસિંહ પરમાર (ઉપપ્રમુખ), ૬૮ ઉપપ્રમુખ અક્ષાંશ ગોસ્વામી, શહેર યુવા કોંગ્રેસ, ઉપપ્રમુખ હિરલબા રાઠોડ, હિમાંશુ સોલંકી, મહામંત્રી આરીફ પઠાણ, નિરવ કિયાડા, અર્ષીલ મગશી, રવિ જીતીયા અને સમગ્ર ટીમ આ ચુંટણીમાં વિજય બન્યા હતા.

જયારે વિધાનસભા (૭૦) ભારડીયા ચેતન ઉપપ્રમુખ, મહામંત્રી જયદિપસિંહ જાડેજા, વિધાનસભા ૬૯ ઉપપ્રમુખ, સિધ્ધાર્થ વાઘેલા, મહામંત્રી કિશનસિંહ જાડેજા, સોહીલ જરીયા, ઇમરાન સિપાય રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ સાધરીયા, રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ રમેશ ભારાય (એસ.ઇ.એસ.ટી) રાજકોટ ગ્રામ્ય વિધાનસભા - ઉપપ્રમુખ દિપક કારેલીયા, ઉપપ્રમુખ જયદેવ જલુ (ઓબીસી) મહામંત્રી રાજન જાદવ તેમજ ધોરાજી ઉપલેટા વિધાનસભા પ્રમુખ સિધ્ધાર્થભાઇ ભેટારીયા, જસદણ વિધાનસભા પ્રમુખ વિનુભાઇ મેણીયા, જેતપુર વિધાનસભા પ્રમુખ નિતિનભાઇ મકવાણા, ગોંડલ વિધાનસભા ઉપપ્રમુખ સહદેવસિંહ ઝાલા વિજેતા બન્યા હતા.

આ સમગ્ર ચુંટણીમાં માર્ગદર્શક તરીકે ડો. રાજદિપસિંહ જાડેજા, મુકેશભાઇ ચાવડા, મુકુંદભાઇ ટાંક, મયુરસિંહ પરમાર, ભાવેશભાઇ વાઘેલા, વૈશાલીબેન શિંદે, યોગીતાબેન વડોલીયાએ સેવા આપી હતી.

ઉપરોકત તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની સાથે યુથ કોંગ્રેસના સર્વશ્રી આદિત્યસિંહ ગોહીલ મો.૯૯૭૮૯ ૦૦૦૦૭, હરપાલસિંહ જાડેજા મો.૯૫૧૦૦૦૦૦૭૩, અલ્પેશભાઇ સાધરીયા મો.૭૦૯૬૦ ૨૧૧૧૧, જયદીપ મકવાણા મો.૯૩૨૭૭ ૮૦૦૦૮, નિલરાજ ખાચર મો.૯૫૫૮૧ ૧૬૬૪૨, શકિતસિંહ પરમાર મો. ૭૯૮૪૭ ૨૭૨૧૦, હિમાંશુ સોલંકી મો. ૭૦૧૬૭ ૯૯૬૯૫, આરીફ પઠાણ  મો. ૯૦૨૬૭ ૫૫૫૫૫, રવિ જીતીયા મો.૮૮૬૬૦૦૦૦૭૮, દિપક કારેલીયા મો. ૯૦૨૩૨ ૮૧૩૬૧, જયદેવ જલુ મો.૯૯૯૮૭ ૨૨૭૨૩, વિનુભાઇ મેણીયા મો. ૯૮૭૯૯ ૨૯૨૮૩, સિધ્ધાર્થ ભેટારીયા મો.૭૭૭૮૮ ૯૮૭૬૫, નિતિન મકવાણા ૯૨૬૫૬ ૫૯૦૩૫, હિરાબા રાઠોડ, અક્ષાંશ ગોસ્વામી મો.૭૯૯૦૬ ૭૯૧૧૯ અને વૈશાલી શીંદે નજરે પડે છે. તસ્વીર સંદીપ બગથરીયા

(4:10 pm IST)