Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચૂંટણી આચાર સંહિતાના નામે સોની વેપારીઓને કનડગતથી કંટાળીને સોની બજારમાં અચોક્કસ મુદતની હડતાલનું એલાન !?

વિવિધ સંસ્થા -એસો, દ્વારા એસો, દ્વારા વારંવાર રજૂઆત છતાં કોઈ નિવારણ નહિ આવતા વેપારીઓ ત્રસ્ત

Alternative text - include a link to the PDF!

રાજકોટ : ચૂંટણી આચારસંહિતાના નામે સોની વેપારીને થતી હેરાનગતિથી કંટાળીને તમામ પુરાવા હોવા છતા વહેપારીઓને આચારસંહિતાનાં નામે ચેકીંગનાં બહાને અને દાગીના જપ્ત કરવાની ધમકી આપી લોકો કારીગરો અને વહેપારીઓ માટે માથાનાં દુખાવો છે ,

 એક તરફ લગ્ન સીઝન અને એક તરફ આચારસંહિતા લાગુ થવાથી સોના ચાંદીનાં વ્યવસાય લગભગ ૩૦ ટકા જ રહયો છે ,આ કારણે બહારગામથી આવતા વહેપારીઓ અહી આવતા ટાળે છે આ બાબતે અધીકારીઓને વારંવાર.રજુઆત કરી છતા વહેપારીઓનાં ફેવરમાં કોઈ અધીકારીઓ તરફથી નિરાકરણ આવ્યો નથી  આનાથી કંટાળી સોની બજારનાં તમામ વહેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પાડવાનું વિચારી રહ્યા છે

(૧)રાજકોટ ગોલ્ડ ડીલર એશોશિએશન - ભાયાભાઈ સાહોલીયા,(૨) જેમ્સ એન્ડ જ્વેલરી એશોશીએશન રાજકોટ - જગદીશભાઈ ઝીઝુવાડીયા,(3) સમસ્ત સોની સમાજ યુવાશક્તિ સમિતી પ્રમુખ રાજુભાઈ લોઢીયા (૪)ગુજરાત સુવર્ણકારસુરક્ષા સેતુ , (૫) ઓલ ઇન્ડિયા ગોલ્ડ સ્મિથ ચેમ્બર ઓફ્ કોમર્((૬) મવડી ગોલ્ડ એસોશિયન રાજકોટ) સહિતના આ પ્રશ્ને ત્રસ્ત થઈને સોની બજાર બંધનું એલાન આ[પી શકે છે

(7:51 pm IST)